મંગળવારે ૧૧ જૂને લોકો માટે એ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મુંબઈના કોસ્ટલ રોડની મરીન ડ્રાઇવથી હાજી અલી તરફ જતી લેનનું મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ ઉદ્ઘાટન કર્યા બાદ મંગળવારે ૧૧ જૂને લોકો માટે એ ખુલ્લો મૂકવામાં આવતાં પહેલા જ દિવસે એના પરથી ૨૦,૪૫૦ વાહનો પસાર થયાં હતાં. સવાર-સાંજના પીક-અવર્સમાં એટલું જ અંતર પાર કરતાં ૪૦ મિનિટ લાગતી હોય છે. જોકે હવે આ ટનલવાળા કોસ્ટલ રોડ દ્વારા માત્ર આઠ જ મિનિટમાં આ અંતર પાર કરી શકાય છે. મોટરિસ્ટોએ આ સુવિધાનો લાભ ઉઠાવ્યો હતો અને આંનદ વ્યક્ત કર્યો હતો.

