હા, કારણ કે જામનગર (ઉત્તર)નાં બીજેપીનાં વિધાનસભાનાં કૅન્ડિડેટ એવાં રીવાબા જાડેજા પાસે ૯૭.પ૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાંથી એક કરોડ રૂપિયાના તો માત્ર દાગીના છે
રિવાબા જાડેજા
રાજકોટ : ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં વાઇફ રીવાબા જાડેજાને બીજેપી દ્વારા ગુજરાત વિધાનસભાની જામનગર (ઉત્તર)ની બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ મળ્યા પછી રીવાબા જાડેજા દ્વારા જાહેર કરવામાં આવેલી સંપત્તિ મુજબ
તેમની પાસે કુલ ૯૭.પ૦ કરોડની મિલકત છે અને આ મિલકતમાં એક કરોડ રૂપિયાના તો સોના-હીરાના ઑર્નામેન્ટ્સ છે. આ ઉપરાંત રીવાબા પાસે રાજકોટ, જામનગર અને અમદાવાદ એમ
ત્રણ શહેરોમાં કુલ છ ઘર છે અને આ સિવાય જામનગરમાં કમર્શિયલ કૉમ્પ્લેક્સ છે, જેમાં ઑફિસ અને શૉપ્સ છે. એ
બધી ઑફિસ અને શૉપ્સ ભાડા પર
ચડેલી છે અને એ ભાડાની નિયમિત આવક છે.
રવીન્દ્ર જાડેજાના નામ પર શરૂ થયેલી રેસ્ટોરન્ટ જડ્ડુઝમાં પણ રીવાબા જાડેજા પાર્ટનર છે.
રીવાબાનાં મૅરેજ ૨૦૧૬માં થયા હતાં. એ પહેલાં રીવાબાના ઇન્કમ-ટૅક્સ રિટર્ન ભરવામાં આવતાં હતાં પણ એ રિટર્ન મિનિમમ અમાઉન્ટનાં હતાં, જ્યારે હવે રીવાબા અબજોના હિસાબ સંભાળે છે. સ્વાભાવિક છે કે કોઈ પણ વાઇફને રીવાબાની ઈર્ષ્યા આવે.
ઇન્જર્ડ હોવાના કારણે અત્યારે ઘરે આરામ કરતો રવીન્દ્ર જાડેજા પણ રીવાબા સાથે ફૉર્મ ભરવા માટે ગયો હતો. ફૉર્મ ભર્યા પછી રવીન્દ્રને એવું પૂછવામાં આવ્યું કે તે પ્રચારમાં નીકળશે? ત્યારે રવીન્દ્રએ કહ્યું હતું, એ કહે ત્યાં જવું પડે.

