Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા,23 ગામો એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા,23 ગામો એલર્ટ

Published : 11 August, 2019 02:16 PM | IST |

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા,23 ગામો એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા,23 ગામો એલર્ટ


સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 131.65 મીટર ઉપર પહોંચી ગઈ છે. જેને પગલે નર્મદા ડેમના 8 દરવાજા ખોલી દેવાયા છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,89,244 ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાથી 1.23 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યા છે. નર્મદા ડેમ અને નર્મદા કાંઠાના 23 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

ધોધમાર વરસાદના કારણે પાણીની આવક થતા શનિવાર રાત્રે 9 વાગે નર્મદા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને 68,028 ક્યૂસેક પાણી નર્મદામાં છોડાયું હતું. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા રવિવાર સવારે ડેમના આઠ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. અને નર્મદા ડેમમાંથી 1.23 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે, જેથી પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ સેફ્ટી માટે 131 મીટરથી ઉપર નહીં ભરવા NCAની સૂચના છે. જેને પગલે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.



આ પણ વાંચો: દ્વારકાની એ જગ્યાઓ જ્યાં પાણી છે ગુલાબી, અને રેતી છે પીળી !


ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ કડાણા, ઉકાઈ, સુખી, પાનમ જેવા ડેમમાં પાણીઓ આવક વધતા દરવાજા ખુલ્લા મુકી દેવાયા છે. ગુજરાતમાં કુલ 204 ડેમ પૈકી 100% ભરાયેલા 17 સહિત 27 ડેમમાં જળબંબાકાર હોવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 02:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK