કલા અને સાંસ્કૃતિક નગરી ભાવનગરની આગવી ઓળખ સમા જયંત મેઘાણીનું નિધન થયું છે. સાહિત્યના પ્રચાર અને પ્રસાર થકી અનેક પેઢીઓને વાંચનનો શોખ જગાવનાર જયંત મેઘાણીના નિધનથી સાહિત્ય જગતમાં શોક વ્યાપી ગયો છે. જયંતી મેઘાણી ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના પુત્ર છે.
કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા હતા ત્યારે અંતિમ શ્વાસ લીધા હતા. જયંતભાઈની ઈચ્છા મુજબ તેમના પરિવાર દ્વારા દેહદાન કરવામાં આવ્યું છે. જયંતભાઈના અવસાનથી મેઘાણી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
જયંત મેઘાણીના નિધન પર રાજ્યના મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર, ગુજરાતી સાહિત્યના જાણીતા સંપાદક, અનુવાદક અને પ્રકાશક શ્રી જયંતભાઇ મેઘાણીના અવસાનથી દુ:ખ થયું.
— Vijay Rupani (@vijayrupanibjp) December 4, 2020
પ્રભુ એમના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ...
પિતાના પગલે જયંત મેઘાણીએ પણ સાહિત્ય જગતમાં અદભૂત ચાહના મેળવી છે. જયંત મેઘાણી સપ્તપર્ણી, ધ સ્ટોરી ઓફ ગાંધી, અનુકૃતિ, રવિન્દ્ર-પુત્રવધુ જેવા અનેક પુસ્તકોના સર્જક છે. 82 વર્ષની જૈફ વયે તેમનું અવસાન થતાં તેઓની ઈચ્છા મુજબ દેહદાન કરવામાં આવ્યું હતું.
જયંત મેઘાણી એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના બીજા નંબરના પુત્ર હતા. ‘પ્રસાર’ નામથી ભાવનગર ખાતે તેમણે ગુજરાતી પુસ્તકોના પ્રકાશન, વિતરણ અને વાચન માટે બેનમૂન સંસ્થા ચલાવી હતી. વાચકોની બબ્બે પેઢીને ઉત્તમ ગુજરાતી સાહિત્ય સુલભ બનાવનાર જયંતભાઈ પોતે ઉત્તમ કક્ષાના સર્જક અને અનુવાદક પણ હતા.
તેમણે સપ્તપર્ણી, ધ સ્ટોરી ઓફ ગાંધી, રવિન્દ્ર પુત્રવધુ અને અનુકૃતિ નામે પુસ્તકો આપ્યાં છે. છેલ્લી ઘડી સુધી સાહિત્ય સેવાને સમર્પિત રહ્યા હતા.
પ્રજાસત્તાક દિને ખેડૂતોને ૧૦૦ કિલોમીટરની ટ્રેક્ટર પરેડની દિલ્હી પોલીસે આપી પરવાનગી
24th January, 2021 13:09 ISTતામિલનાડુમાં હાથી પર સળગતું કપડું ફેંકાતાં અંતે એ મોતને ભેટ્યો
24th January, 2021 12:33 ISTકાશ્મીરના પૂંચમાં આતંકવાદી અડ્ડા પર દળો ત્રાટક્યા
24th January, 2021 12:31 ISTઆસામમાં વડા પ્રધાને એક લાખ સ્થાનિકોને જમીન પટ્ટા આપવાનું ઉદ્ઘાટન કર્યું
24th January, 2021 12:27 IST