Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લોકોને ચકિત કરવા પોસ્ટ કરી જાનલેવા કિસની તસવીર, પણ ઊલટી પસ્તાળ પડી

લોકોને ચકિત કરવા પોસ્ટ કરી જાનલેવા કિસની તસવીર, પણ ઊલટી પસ્તાળ પડી

14 April, 2019 11:11 AM IST |

લોકોને ચકિત કરવા પોસ્ટ કરી જાનલેવા કિસની તસવીર, પણ ઊલટી પસ્તાળ પડી

જાનલેવા કિસની તસવીર

જાનલેવા કિસની તસવીર


અમેરિકામાં કેલી કૅસિલ અને કોડી વર્કમૅન નામના સૌથી પૉપ્યુલર ઇન્સ્ટાગ્રામ-કપલે ગયા અઠવાડિયે એક રોમૅન્ટિક તસવીર પોતાના અકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આએદિન આ યુગલ રોમૅન્ટિક અને ઍડ્વેન્ચરસ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતું રહે છે અને ગયા વીકમાં તેમણે એક ઊંચાઈ પર આવેલા સ્વિમિંગ-પૂલની કિનારીએ કેલી લટકેલી હોય અને કોડી તેને કિસ કરતો હોય એવી તસવીર શૅર કરી હતી. તેમને હતું કે ફૉલોઅર્સને એ ગમશે, પણ એમાં રોમૅન્સ કમ અને ઍડ્વેન્ચર ઝાઝું હતું. લોકોને લાગ્યું કે માત્ર વાહવાહી મેળવવા માટે આવી રીતે જીવ જોખમમાં મૂકવો યોગ્ય નથી. તસવીરમાં કેલી કિનારી પર એવી રીતે લટકેલી છે કે જો સહેજ પણ ભૂલ થાય તો તે નીચે પડે. એ જોતાં ઘણા લોકોએ તેમને આવી તસવીરોને ડિસલાઇક કરવાનું શરૂ કરી દીધું.

આ પણ વાંચો : બોલો, ઊંટને લઈને શૉપિંગ કરવા નીકળ્યા આ ભાઈ



વાત બગડી રહી છે એવું લાગતાં કેલી અને કોડીએ પોતાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર સ્પષ્ટતા કરી કે આ તસવીર લેવા માટે અમે જીવને જોખમમાં નથી મૂક્યો. એક તો આ ફોટો ક્રૉપ કરેલો છે અને ઉપરના સ્વિમિંગ-પૂલની નીચે બીજો એક પૂલ છે. ધારો કે કેલીનો હાથ લપસે તો પણ તે પૂલમાં જ પડવાની હતી. આ સ્પષ્ટતા સાથે તેમણે ઓરિજિનલ ફોટો પણ શૅર કર્યો ત્યારે જઈને ચાહકોનો રોષ થોડો ઘટuો હતો. આ તસવીર બાલીના ક્યોન જંગલ રિસૉર્ટમાં લીધેલી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2019 11:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK