મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) મેટ્રોનાં નવ સ્ટેશનોને સ્કાયવૉક સાથે જોડવાની યોજના બનાવી રહ્યું છે. મેટ્રો મુસાફરો સરળતાથી એક કૉરિડોરથી સ્ટેશનના અન્ય કૉરિડોર સુધી પહોંચી શકશે. એમએમઆરડીએ મેટ્રો 1 અને મેટ્રો-2Aના ડી. એન. નગર સ્ટેશન, મેટ્રો-2A કોરિડોરના શાસ્ત્રીનગર સ્ટેશન અને મેટ્રો-6 કૉરિડોરના આદર્શનગર સ્ટેશન વચ્ચે કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે.
એમએમઆરડીએના અધિકારી આર. રાજીવના જણાવ્યા અનુસાર મેટ્રો-7ના અંધેરી (ઈસ્ટ) અને મેટ્રો-1ના ડબ્લ્યુઈએચ સ્ટેશન, મેટ્રો-6 અને મેટ્રો-7ના જેવીએલઆર સ્ટેશનને સ્કાયવૉકથી જોડવામાં આવશે. આવી જ રીતે મેટ્રો-2Bના ચેમ્બુર સ્ટેશન અને મોનોરેલના આર.સી. માર્ગ સ્ટેશન પૂલ મારફત જોડવામાં આવશે. આ યોજના માટે એમએમઆરડીએ દ્વારા કન્સલ્ટન્ટ અને સિવિલ આર્કિટેક્ચર્સની શોધ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે એમએમઆરડીએ ૧૩ મેટ્રો કૉરિડોરની યોજનાઓ પર કામ કરી રહી છે જે અંતર્ગત ૩૦૦ કિલોમીટરથી વધારે મેટ્રોનો રોડ બનાવવામાં આવ્યો છે. મુસાફરો મેટ્રોમાંથી ઊતરીને મોનોરેલ અથવા લોકલ ટ્રેનના સ્ટેશન સુધી જઈ શકે એવી સુવિધા આપવામાં આવશે. એમએમઆરડીએ અનુસાર તમામ કૉરિડોર પર મેટ્રોનું કામ ચાલુ થયા પછી લાખોની સંખ્યામાં મુસાફરો પ્રવાસ કરશે.
આ પણ વાંચો : મુંબઈ: આરેમાં બનશે મેટ્રોભવન?
આ સ્ટેશનો વચ્ચે હશે સ્કાયવૉક
ડી. એન. નગર (મેટ્રો-1)થી ડી. એન. નગર (મેટ્રો-2)
શાસ્ત્રીનગર મેટ્રો (મેટ્રો-2A)થી આદર્શનગર (મેટ્રો-6)
અંધેરી (ઈસ્ટ) (મેટ્રો-7)થી ડબ્લ્યુઈએચ (મેટ્રો-1)
જેવીએલઆર (મેટ્રો-6)થી જેવીએલઆર (મેટ્રો-7)
ચેમ્બુર (મેટ્રો-2B)થી આર. સી. માર્ગ મોનોરેલ સ્ટેશન
નંદુરબારમાં 150 ફૂટ ઉંડા ખાડામાં વાહન પડતા પાંચનુ મૃત્યુ, સાત ઈજાગ્રસ્ત
23rd January, 2021 14:46 ISTથાણેમાં 5થી 12માં ધોરણ માટે 27 જાન્યુઆરીથી ખુલશે સ્કૂલ, વાંચો વિગતો
23rd January, 2021 12:55 ISTવસઈ-વિરાર અવરજવર કરવી હોય તો હજી એક વર્ષ ટ્રાફિકનો ત્રાસ સહન કરવો પડશે
23rd January, 2021 11:34 ISTસીરમ ઇન્સ્ટિટ્યૂટની આગ એક અકસ્માત: શરદ પવાર
23rd January, 2021 11:31 IST