બ્લડ-બૅન્કો ઈ-રક્તકોષ પર બ્લડ સ્ટૉક અપલોડ નહીં કરે તો લાઈસન્સ રદ્દ

Published: May 27, 2019, 13:02 IST | રૂપસા ચક્રવર્તી | મુંબઈ

રાજ્યની બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે ઈ-રક્તકોષ વેબસાઇટ પર બ્લડનો સ્ટૉક અપડેટ ન કરનારી મુંબઈની બ્લડ-બૅન્કોનું લાઇસન્સ રદ કરવાની ચીમકી આપી છે.

બ્લડ-બૅન્ક
બ્લડ-બૅન્ક

રાજ્યની તમામ બ્લડ-બૅન્કોને તેમનો બ્લડ સ્ટૉક ઈ-રક્તકોષ વેબસાઇટ પર અપલોડ કરવાની સૂચના આપતાં રાજ્યની બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે ઈ-રક્તકોષ વેબસાઇટ પર બ્લડનો સ્ટૉક અપડેટ ન કરનારી મુંબઈની બ્લડ-બૅન્કોનું લાઇસન્સ રદ કરવાની  ચીમકી આપી છે. ઇમર્જન્સી વખતે પેશન્ટ્સ તેમ જ તેમનાં સગાંઓને લોહી મેળવવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી લોહીની ઉપલબ્ધતા વિશે માહિતી મળી રહે એ હેતુથી સરકારે ૨૦૧૬માં ઈ-રક્તકોષ ર્પોટલ શરૂ કર્યું હતું. જોકે અત્યાર સુધીમાં માત્ર ૫૦ ટકા બ્લડ-બૅન્કોએ તેમનો બ્લડ સ્ટૉક વેબસાઇટ પર અપલોડ કર્યો છે.

આ પણ વાંચો : મુંબઈ: કામાઠીપુરાનાં કૂટણખાનાંમાંથી 141 મહિલાઓનો છુટકારો કરાયો

ઈ-રક્તકોષ ર્પોટલ એક વેબ આધારિત મેકૅનિઝમ છે જેમાં રાજ્યની તમામ બ્લડ- બૅન્કોને સંકલિત કરાશે. ગૂગલ સ્ટોર, આઇઓએસ સેટોર અને વિન્ડોઝના સ્ટોર પર ઉપલબ્ધ ઈ-રક્તકોષના મોબાઇલ વર્ઝનમાં નજીકની બ્લડ-બૅન્ક, વિવિધ બ્લડ ગ્રુપના બ્લડની ઉપલબ્ધતા, બ્લડ-બૅન્કની સેવાઓની અપડેટ તેમ જ ડોનર્સની યાદી અને સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન કરવા જેવી બાબતો સમાવિષ્ટ હશે. સ્ટૉક અપલોડ નહીં કરે તો લાઇસન્સ રદ કરાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK