બેઠક બોલે છેઃ જાણો ગાંધીનગર લોકસભા બેઠકને

ફાલ્ગુની લાખાણી | ગાંધીનગર | Apr 02, 2019, 12:23 IST

લોકસભા 2019ની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. ત્યારે જાણો ગાંધીનગર લોકસભા બેઠક અને તેના સમીકરણોને.

બેઠક બોલે છેઃ જાણો ગાંધીનગર લોકસભા બેઠકને
જાણો ગાંધીનગર લોકસભા બેઠકને

ગુજરાતની તમામ રાજનૈતિક ગતિવિધિઓનું કેન્દ્ર એટલે પાટનગર ગાંધીનગર. ગાંધીનગર દેશનું બીજું એવું શહેર છે જેને આયોજનથી વસાવવામાં આવ્યું છે. જે ગ્રીન સિટી તરીકે પણ જાણીતું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદમાં આ શહેરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દેશના પ્રમુખ મંદિરોમાંથી એક છે. જ્યાં દર વર્ષે 20 લાખથી વધુ લોકો આવે છે.

akshardhamગાંધીનગરનું અક્ષરધામ છે આસ્થાનું કેન્દ્ર

canada pm with familyકેનેડાના વડાપ્રધાને પરિવાર સાથે લીધી હતી અક્ષરધામની મુલાકાત

ગાંધીનગરમાં કુલ 17 લાખ 33 હજાર 972 મતદાતાઓ છે. જેમાંથી 9 લાખ 744 પુરૂષ મતદાતા છે જ્યારે 8 લાખ 33 હજાર 210 મહિલા મતદાતા છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
ગાંધીનગર ઉત્તર ડૉ.સી. જે. ચાવડા કોંગ્રેસ
કલોલ બળદેવજી ઠાકોર કોંગ્રેસ
સાણંદ કનુભાઈ પટેલ ભાજપ
ઘાટલોડિયા ભુપેન્દ્ર પટેલ ભાજપ
વેજલપુર કિશોર ચૌહાણ ભાજપ
નારણપુરા કૌશિક પટેલ ભાજપ
સાબરમતી અરવિંદ પટેલ ભાજપ

Gujarat vidhansabha

ગુજરાત વિધાનસભા

 

લોકસભા ચૂંટણીના પરિણામો

ગાંધીનગર લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો...

1998 થી 2014 સુધી અહીં સતત ભાજપના વરિષ્ઠ નેતા સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે.

2014માં અડવાણીજી કોંગ્રેસના કિરિટભાઈ પટેલ સામે 4 લાખ 83 હજારથી વધુ મતથી જીત્યા હતા.

2009માં અડવાણીએ સુરેશકુમાર પટેલને હરાવ્યા હતા જ્યારે 2004માં કોંગ્રેસના ગાભાજી ઠાકોરનો અડવાણીજી સામે પરાજય થયો હતો.

જાણો ગાંધીનગરના સાંસદને......

ગાંધીનગરના સાંસદ છે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી. ભાજપના નેતા અને લાલકૃષ્ણ અડવાણી 1947માં RSSની કરાચી શાખાના સચિવ હતા. 1967માં દિલ્હી નગર નિગમના ચેરમેન બન્યા અને ત્યારબાદ તેઓ 1970માં પહેલી વાર રાજ્યસભાના સાંસદ બન્યા અને 7 વાર સાંસદ રહી ચુક્યા છે.

l k advani


એલ. કે. અડવાણી રાજ્યસભામાં વિપક્ષના નેતા, લોકસભામાં વિપક્ષના નેતા, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેવી મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે. ભાજપને રાષ્ટ્રીય રાજનીતિમાં આગળ લઈ જવામાં અડવાણીજીનું મોટું યોગદાન છે.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો સાબરકાંઠા લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

2019 લોકસભા ચૂંટણી માટે ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા. અમિત શાહે ગાંધીનગરમાં ભવ્ય રોડ શો કરી ફોર્મ ભર્યું હતું. જ્યારે કોંગ્રેસે અમિત શાહ સામે ધારાસભ્ય સી.જે.ચાવડાને ટિકિટ આપી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK