કચ્છ: માતાના મઢમાં માતાજીના જયઘોષ અને હવન સાથે નવરાત્રીની થઇ પુર્ણાહુતી
આશાપુરા માતા નો મઢ, કચ્છ
હિન્દુ ધર્મમાં આસો નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીનું પણ અનેરૂ મહત્વ છે. આદ્ય શક્તિ મહાશક્તિની આરાધના માટે ચૈત્રી નવરાત્રી ખાસ મનાય છે.ચૈત્રી નવરાત્રીની શરૂઆત6 એપ્રિલ શનિવારથી થઇ હતી. ચૈત્ર નવરાત્રીનો તહેવાર આ સમયે અત્યંત ફળદાયક માનવામાં આવે છે. ત્યારે આજે એટલે કે 14 એપ્રિલે રામ નવમી પર પુષ્ય નક્ષત્ર યોગનો સંયોગ બની રહ્યો છે. જેને પગલે કચ્છમાં વિશ્વ પ્રખ્યાત કુળદેવી આશાપુરા માતાના મઢમાં માતાજીના જયઘોષ સાથે હવન સાથે ચૈત્રી નવરાત્રીની પુર્ણાહુતી થઇ હતી.
કચ્છ કુળદેવી આશાપુરા માતાના મઢમાં માતાજીના જયઘોષ સાથે હવનમાં બીડું હોમવામાં આવ્યું હતું. આ સાથે જ સાતમના હવન સાથે ચૈત્રી નવરાત્રીનું સમાપન કરવામાં આવ્યું છે. માતાના મઢમાં સાતમા નોરતે મોડી રાત્રે માતાજીનો હવન યોજવામાં આવ્યો હતો આસો નોરતા ની જેમ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં જગદંબા પૂજન બાદ દેવકૃષ્ણવસુના આચાર્યપદે હવનનો આરંભ થયો હતો. જાગીર અધ્યયક્ષ યોગેન્દ્રસિંહ રાજા બાપાના હસ્તે મોડી રાત્રે દોઢ કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત માઇભક્તોએ આશાપુરા માતાજીનો જય જયકાર બોલાવ્યો હતો. હવન બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી..ચૈત્રી નવરાત્રીના સાતમના હવન સાથે અહીં નવરાત્રીનું સમાપન કરવામાં આવ્યું છે.


