Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખરીદો... ખરીદો... ટાપુ ખરીદો માત્ર, 15.5 કરોડ રૂપિયામાં

ખરીદો... ખરીદો... ટાપુ ખરીદો માત્ર, 15.5 કરોડ રૂપિયામાં

31 March, 2019 09:41 AM IST | ઈટાલી

ખરીદો... ખરીદો... ટાપુ ખરીદો માત્ર, 15.5 કરોડ રૂપિયામાં

ખરીદી લો આઈલેન્ડ

ખરીદી લો આઈલેન્ડ


ઇટલીના સૌથી મોટા ટાપુ સિસિલીથી જસ્ટ ૧૦૦૦ ફુટ દૂર એક પ્રાઇવેટ ટાપુ આવેલો છે જેનું નામ છે આઇલૅન્ડ ઑફ વુમન. સિસિલી પાસે જે વિસ્તારને ઇટાલિયન મરીન પાર્ક દ્વારા સ્કૂબા ડાઇવર્સ અને સ્નૉર્કેલર્સ માટે પ્રોટેક્ટ કરવામાં આવ્યો છે એની અંદર જ આ ટાપુનો સમાવેશ થાય છે.

island on sale



લગભગ ૩૭ એકરનો જમીનનો આ ટુકડો એક પરિવારની માલિકીમાં લગભગ ૧૬૦૦ની સાલથી હતો જે હવે વેચાવા નીકYયો છે. ટાપુ પર કોઈ માનવવસાહત નથી, પરંતુ અહીં ૧૭મી સદીમાં બનેલું વૉચ ટાવર હજીયે છે. એક સમયે આ વૉચ ટાવર ઇટલીના રક્ષણ માટે સમુદ્રમાં ક્યાંય છૂપી ગતિવિધિઓ થતી હોય તો એ પકડી પાડવા માટે વપરાતો હતો.


આ પણ વાંચોઃ જાપાનઃઆ ડૉગી ચલાવે છે શક્કરિયાં વેચવાની દુકાન

સદીઓ પહેલાં આ ટાપુ પર ૧૩ ક્રિમિનલ મહિલાઓને પનિશમેન્ટ માટે આ ટાપુ પર રાખવામાં આવી હતી જેને કારણે એનું નામ પડી ગયું આઇલૅન્ડ ઑફ વુમન. હાલમાં આ ટાપુ જે પરિવારની માલિકીનો છે એના પરિવારજનો પહેલાં રજાઓ ગાળવા માટે આ ટાપુ પર આવતા હતા, પણ હવે તેમણે એ વેચી દેવાનું નક્કી કર્યું છે અને પ્રૉપર્ટી એજન્ટે એની કિંમત ૧.૭ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૧૫.૫ કરોડ રૂપિયાની આંકી છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2019 09:41 AM IST | ઈટાલી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK