રાજકોટમાં સવારથી અનરાધાર : મોસમનો કુલ 22.5 ઈંચ વરસાદ નોંધાયો
રાજકોટમાં વરસાદ (PC : Bipin Tankaria)
Rajkot : બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ્રેશનને પગલે રાજયભરમાં વરસાદની આગાહીના પગલે રાજકોટમાં આજે સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહયા છે સવારથી બપોર સુધી હળવા ભારે ઝાપટા વરસ્યા બાદ સાંજે ૪ વાગ્યાથી વરસાદ એકરસ બન્યો છે. આ લખાય છે ત્યારે સાંજે ૭ વાગ્યા સુધીનો બિન સત્તાવાર આંકડા મુજબ અઢી ઇંચ પાણી પડ્યું છે મોસમનો કુલ 22.5 (સાડી બાવીસ) ઇંચ વરસાદ થયો છે.
શહેરમાં સાંજે 4 વાગ્યાથી વરસાદ એકધારો ચાલુ
રાજકોટમાં છેલ્લા ર દિવસથી વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે દરમિયાન આજે (શુક્રવારે) સવારે પણ વાદળો વચ્ચે હળવું ઝાપટું વરસી ગયું હતું અને હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા મુજબ ૯ મીમી વરસાદ નોંધાયેલછે. દરમિયાન સાંજે ૪ વાગ્યાની આસપાસ મેઘરાજાએ અસલ રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું. એક ધારો ૧ કલાક સુધી વરસાદ સતત ચાલુ રહ્યો હતો. સાંજે ૬ વાગ્યા સુધીમાં હવામાન ખાતામાં ર ઇંચ નોંધાયેલ છે. આ લખાય છે ત્યારે સાંજે 8 વાગ્યે વરસાદ ચાલુ છે. આશરે અઢી ઇંચ પાણી પડી ગયું છે. સતત વરસતા વરસાદના પગલે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાનું જાણવા મળે છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
આ પણ જુઓ : રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ
ગોલ્ડન બ્રીજ પાસે 500 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
નર્મદા નદી ૨૪ ફુટને પાર થતાં ગોલ્ડન બ્રીજ ૫૦૦થી વધુ લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નર્મદા ડેમમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે અને ભરૂચ ખાતે આવેલા ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે. ગોલ્ડન બ્રિજની સપાટી હાલ ૨૭ ફૂટ છે અને તે વધીને ૩૦ ફૂટને પાર કરે તેવી શક્યતા છે. જેથી ભરૂચ જિલ્લા કલેક્ટરે શુક્રવારે સવારે તાકીદની બેઠક બોલાવી હતી.


