Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાનું ગ્રીન કાર્ડ, વિઝા માટે સોશ્યલ મીડિયાની માહિતી ફરજિયાત

અમેરિકાનું ગ્રીન કાર્ડ, વિઝા માટે સોશ્યલ મીડિયાની માહિતી ફરજિયાત

07 September, 2019 12:01 PM IST | વૉશિંગ્ટન

અમેરિકાનું ગ્રીન કાર્ડ, વિઝા માટે સોશ્યલ મીડિયાની માહિતી ફરજિયાત

અમેરિકા

અમેરિકા


અમેરિકાનું ગ્રીન કાર્ડ, નાગરિકતા કે વર્ક વિઝા જોઈતા હોય તો તમારે સોશ્યલ મીડિયા હેન્ડલની માહિતી ફરજિયાતપણે શૅર કરવી પડશે. અમેરિકાના હોમલૅન્ડ એન્ડ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટે ફોર્મમાં એક કૉલમ ઉમેરી દીધી છે જેમાં સોશ્યલ મીડિયા સાથે જોડાયેલી માહિતી આપવી પડશે. ફેડરલ રજિસ્ટરમાં નોટિસ રજૂ કરાઈ અને ૬૦ દિવસની અંદર લોકોની પ્રતિક્રિયાઓ માગવામાં આવી છે.

અમેરિકાએ પહેલાં જ પર્યટકો, વિદ્યાર્થીઓ અને ભારત સાથે નોકરી કરનારા લોકોના ફોર્મમાં એક ડ્રોપડાઉન મેનુ જોડ્યું હતું જેમાં સૉશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સના યુઝરનેમ કે હેન્ડલનું નામ ભરવાનું હતું. ઇમિગ્રેશન ડૉટ કૉમના અટોર્ની રાજીવ ખન્નાએ કહ્યું કે અમેરિકામાં રહેતા કે ત્યાં જતાં ભારતીયો માટે એક પ્રસ્તાવ મૂકયો છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે સૉશ્યલ મીડિયાની માહિતી આપવી જરૂરી થઈ શકે છે. તેમાં એચ-૧બી વર્ક વિઝા અને કંપનીની અંદર જ ટ્રાન્સફર ઇચ્છનાર એલ-૧ વિઝાધારક પણ સામેલ હશે. આ એ લોકો પર પણ એપ્લાય થશે જે ગ્રીન કાર્ડહોલ્ડર છે પરંતુ બે વર્ષથી અમેરિકાની બહાર રહેતા હતા.



ભારતીયોને અમેરિકન વિઝા માટે પહેલેથી જ કેટલાય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે ગ્રીન કાર્ડ માટે સૉશ્યલ મીડિયાની માહિતી માગવી અને તે પણ મુસીબત ઊભી કરી શકે છે. મોટી સંખ્યામાં ભારતીય અમેરિકાના ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ખતમ થનાર નાણાકીય વર્ષમાં લગભગ ૬૦,૦૦૦ ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યા હતા જેમાંથી ૫૦,૦૦૦ને નાગરિકતા મળી.


આ પણ વાંચો : વાવાઝોડાથી બચાવવા કિચનમાં કાર ઘુસાડી દીધી

ખન્નાએ કહ્યું કે આ પ્રસ્તાવમાં સૉશ્યલ મીડિયાની માહિતી જરૂરી કરાઈ છે પરંતુ એમ પણ કહ્યું છે કે જેમણે અત્યાર સુધી આ માહિતી આપી નથી તેમનું ફોર્મ પ્રોસેસમાં રહેશે અને ડેટા મળવા સુધી મોડું થઈ શકે છે. હવે એ જોવાનું છે કે ફોર્મ કેવી રીતે ડિઝાઇન કરાશે કે સૉશ્યલ મીડિયાની માહિતી ન આપનારાઓને પણ સમાયોજિત કરી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 12:01 PM IST | વૉશિંગ્ટન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK