વડોદરામાં નશામાં ધૂત પીએસઆઇએ કરેલા ફાયરિંગમાં યુવકનું મોત

વડોદરા | Jun 05, 2019, 07:58 IST

પીએસઆઇએ મણિલાલ સાથે નજીવી બાબતે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી જેથી મણિલાલનો પુત્ર સીમિત ઘરમાંથી દોડી આવ્યો હતો. તે કંઈ સમજે એ પહેલાં જ પીએસઆઈ શક્તિસિંહે મારી નાખવાના ઇરાદે સર્વિસ રિવૉલ્વર સીમિત તરફ તાકી ઉપરાછાપરી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા રવિ પાર્ક ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે નશામાં ધૂત મકરપુરાના પ્રોબેશનલ પીએસઆઇએ પાનના ગલ્લાવાળા સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ તેના પુત્ર પર સર્વિસ રિવાૅલ્વરમાંથી ઉપરાછાપરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી હતી. ફાયરિંગમાં એક ગોળી યુવકને પેટમાં તથા બે પગમાં વાગતાં ગંભીર હાલતમાં તેને ખાનગી હાૅસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ટોળાં ઊમટી પડતાં આરોપી પીએસઆઇ બુલેટ છોડી ભાગી ગયો હતો.

તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસે મણિલાલ પ્રજાપતિ પાનનો ગલ્લો ધરાવે છે. ગઈ કાલે રાતે ૯.૧૫ વાગ્યે મકરપુરા પોલીસ મથકનો પ્રોબેશન પીએસઆઇ શક્તિસિંહ વી. ચુડાસમા સિવિલ ડ્રેસમાં બુલેટ લઈ ગલ્લા પર ગયો હતો. પીએસઆઇએ મણિલાલ સાથે નજીવી બાબતે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી જેથી મણિલાલનો પુત્ર સીમિત ઘરમાંથી દોડી આવ્યો હતો. તે કંઈ સમજે એ પહેલાં જ પીએસઆઈ શક્તિસિંહે મારી નાખવાના ઇરાદે સર્વિસ રિવૉલ્વર સીમિત તરફ તાકી ઉપરાછાપરી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા જેમાં તેને એક ગોળી પેટમાં અને બે પગમાં વાગી હતી.

આ પણ વાંચો:શાળાઓનું વેકેશન નહીં લંબાવાય.13-15મી જૂન દરમ્યાન પ્રવેશોત્સવ ઊજવાશે

પીએસઆઇ નશામાં ધૂત હોવાનો પણ આક્ષેપ ઘટનાસ્થળે ઊમટી પડેલા લોકોએ કર્યો હતો. બનાવ બાદ શક્તિસિંહ તેનું બુલેટ મૂકી નાસી છૂટ્યો હતો. આ પીએસઆઈ લગભગ એક વર્ષથી મકરપુરા પોલીસમથકમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર મામલે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. મીડિયાને સંબોધતાં પોલીસ કમિશનરે કહ્યું કે પીએસઆઇ ચુડાસમાએ પોતાના સ્વબચાવમાં ફાયરિંગ કર્યુ હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK