અમદાવાદઃ હવે રિવરફ્રન્ટ પાર્કમાં નહીં મળે ફ્રી એન્ટ્રી, ચુકવવા પડશે આટલા રૂપિયા

Published: Jun 29, 2019, 19:35 IST | અમદાવાદ

અમદાવાદવાસીઓને હવે રિવરફ્રન્ટ પાર્કમાં જવા માટે પૈસા ચુકવવા પડશે. ફ્રી એન્ટ્રી હવેથી બંધ કરવામાં આવી છે.

તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ
તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ

સાબરમતી રિવરફ્રન્ટ પર હવે તમારે વીકેન્ડમાં બાળકો સાથે જવા માટે પૈસા ખિસ્સા ઢીલા કરવા પડશે. કારણ કે હવે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે પહેલી જુલાઈથી ચાર્જ વસૂલવાની શરૂઆત કરશે. રિવરફ્રન્ટમાં પ્રવેશ કરવા પર વયક્ત વ્યક્તિએ 10 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે બાળકો અને સિનિયર સિટિઝન્સે 5 રૂપિયા ચુકવવા પડશે.

સવાર 9 થી રાત્રે 9 વાગ્યા સુધી વસૂલાશે ચાર્જ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે પ્રેસનોટના માધ્યમથી જાહેરાત કરીને સવારે નવ વાગ્યાથી રાત્રેના નવ વાગ્યા સુધી રિવર ફ્રન્ટ પાર્કમાં પ્રવેશ પર ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. આ દર તમામ લોકોને લાગૂ પડશે.

શૈક્ષણિક હેતુ માટે પણ ચુકવવો પડશે ચાર્જ
જો કોઈ શૈક્ષણિક સંસ્થા શૈક્ષણિક હેતુ માટે વિદ્યાર્થીઓને લઈને આવતી હશે તો તેણે પણ ચાર્જ ચુકવવો પડશે. શિક્ષણ સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિને એક રૂપિયો ચાર્જ આપવો પડશે.

જોગિંગ કરનારને ફ્રી પ્રવેશ
જો કે પાર્કમાં જોગિંગ કે કસરત કરવા આવતા લોકો માટે ફ્રી પ્રવેશ રાખવામાં આવ્યો છે. વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી પાર્કમાં જોગિંગ અને કસરત કરનારને પ્રવેશ ફ્રી કરી આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારની કર્મચારીઓને ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

આ દિવસે પાર્ક રહેશે બંધ
ઓથોરિટીએ એ પણ જાહેર કર્યું છે કે દર સોમવારે પાર્ક બંધ રહેશે. દર સોમવારે તે દરમિયાન પાર્કની જાળવણી કરવામાં આવશે. ઉપરાંત જ્યારે પણ VVIP ડેલિગેશન પાર્કની મુલાકાતે આવશે ત્યારે સુરક્ષાના કારણોથી પાર્ક બંધ રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK