સંસ્કારી નગરી વડોદરા પાસેની આ જગ્યાઓની અચૂક લો મુલાકાત...

Published: Jul 13, 2019, 14:47 IST | Falguni Lakhani
 • હાથણી માતા ધોધ આ ધોધ વડોદરાથી 78.5 કિમીના અંતરે આવેલા પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડાથી 16 કિમી દૂર આવેલો છે. ટેકરીના વાંકાચૂકા ખડકોમાંથી નીચે પડતા ધોધનો નજારો નયનરમ્ય છે. જ્યાં ધોધ પડે છે ત્યાં હાથણીના આકારનો મોટો ખડક છે. એટલે તેને હાથણી માતાનો ધોધ કહેવાય છે. અહીં આવેલી ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે. હાથણી માતાના મંદિરમાં શિવલિંગ પણ છે. ધોધની મુલાકાતે આવતા લોકો માતાજીના અને શિવજીના દર્શન અચૂક કરે છે. (તસવીર સૌજન્યઃ realbharat.org)

  હાથણી માતા ધોધ
  આ ધોધ વડોદરાથી 78.5 કિમીના અંતરે આવેલા પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડાથી 16 કિમી દૂર આવેલો છે. ટેકરીના વાંકાચૂકા ખડકોમાંથી નીચે પડતા ધોધનો નજારો નયનરમ્ય છે. જ્યાં ધોધ પડે છે ત્યાં હાથણીના આકારનો મોટો ખડક છે. એટલે તેને હાથણી માતાનો ધોધ કહેવાય છે. અહીં આવેલી ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે. હાથણી માતાના મંદિરમાં શિવલિંગ પણ છે. ધોધની મુલાકાતે આવતા લોકો માતાજીના અને શિવજીના દર્શન અચૂક કરે છે.
  (તસવીર સૌજન્યઃ realbharat.org)

  1/11
 • ઝરવાણી ધોધ ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં આવેલી કેમ્પસાઈટ જે છે. જે નર્મદા ડેમ સાઈટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિમીના અંતરે છે. શૂલપાણેશ્વર અભયારણ્ય પાસે આવેલો આ ધોધ ખૂબ જ નયનરમ્ય છે. (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  ઝરવાણી ધોધ
  ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં આવેલી કેમ્પસાઈટ જે છે. જે નર્મદા ડેમ સાઈટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિમીના અંતરે છે. શૂલપાણેશ્વર અભયારણ્ય પાસે આવેલો આ ધોધ ખૂબ જ નયનરમ્ય છે.
  (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  2/11
 • જાંબુઘોડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી જાંબુઘોડા અભયારણ્ય વડોદરાથી 83 કિમીના અંતરે આવેલું છે. જ્યાં તમને વાઈલ્ડલાઈફ નજીકથી જોવા મળશે સાથે તમે ટ્રેકિંગ પણ કરી શકશો. અહીં તમને અલગ અલગ પ્રકારના રીંછ વધારે જોવા મળશે.

  જાંબુઘોડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી
  જાંબુઘોડા અભયારણ્ય વડોદરાથી 83 કિમીના અંતરે આવેલું છે. જ્યાં તમને વાઈલ્ડલાઈફ નજીકથી જોવા મળશે સાથે તમે ટ્રેકિંગ પણ કરી શકશો. અહીં તમને અલગ અલગ પ્રકારના રીંછ વધારે જોવા મળશે.

  3/11
 • ડાકોર મંદિર ગોમતી નદીના કિનારે આવેલું રણછોડરાયનું ધામ એટલે ડાકોર. જે વડોદરાથી 70 કિમી દૂર આવેલું છે. આ મંદિરનું સ્થાપત્ય ખૂબ જ સરસ છે. જ્યાં દૂર દૂરથી દર્શન કરવા માટે લોકો આવે છે. અહીંના ગોટા ખૂબ જ વખણાય છે.

  ડાકોર મંદિર
  ગોમતી નદીના કિનારે આવેલું રણછોડરાયનું ધામ એટલે ડાકોર. જે વડોદરાથી 70 કિમી દૂર આવેલું છે. આ મંદિરનું સ્થાપત્ય ખૂબ જ સરસ છે. જ્યાં દૂર દૂરથી દર્શન કરવા માટે લોકો આવે છે. અહીંના ગોટા ખૂબ જ વખણાય છે.

  4/11
 •   આજવા ફન વર્લ્ડ જો તમે ઉનાળામાં પરિવાર સાથે પર્ફેક્ટ પિકનિકનું આયોજન કરવા માંગો છો તો આ જગ્યા બેસ્ટ છે.અહીં એક્સાઈટિંગ વૉટર રાઈડ્સ છે, રેસ્ટોરન્ટ છે. સાથે સાથે ડીજેની મજા પણ તમે લઈ શકો છો.

   
  આજવા ફન વર્લ્ડ
  જો તમે ઉનાળામાં પરિવાર સાથે પર્ફેક્ટ પિકનિકનું આયોજન કરવા માંગો છો તો આ જગ્યા બેસ્ટ છે.અહીં એક્સાઈટિંગ વૉટર રાઈડ્સ છે, રેસ્ટોરન્ટ છે. સાથે સાથે ડીજેની મજા પણ તમે લઈ શકો છો.  5/11
 • કબીર વડ જો તમે પ્રકૃતિના સાનિધ્યમાં રહેવા માંગતા હો તો આ જગ્યા તમારા માટે છે. નર્મદા નદીના કિનારે આ ખૂબસુરત ટાપુ આવેલો છે. જેનું નામ સંત કબીરની યાદમાં રાખવામાં આવ્યું છે. અહીં બોટથી પહોંચી શકાય છે. કબીરવડની આસપાસની જગ્યા અને ત્યાં છવાયેલી હરિયાળી તમારું મન મોહી લેશે. વડોદરાથી કબીરવડનું અંતર 80 કિમી છે. (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  કબીર વડ
  જો તમે પ્રકૃતિના સાનિધ્યમાં રહેવા માંગતા હો તો આ જગ્યા તમારા માટે છે. નર્મદા નદીના કિનારે આ ખૂબસુરત ટાપુ આવેલો છે. જેનું નામ સંત કબીરની યાદમાં રાખવામાં આવ્યું છે. અહીં બોટથી પહોંચી શકાય છે. કબીરવડની આસપાસની જગ્યા અને ત્યાં છવાયેલી હરિયાળી તમારું મન મોહી લેશે. વડોદરાથી કબીરવડનું અંતર 80 કિમી છે.

  (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  6/11
 • લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરાની શાન એટલે લક્ષ્મી વિલાસ પેલેસ. જે ગાયકવાડ રાજવંશનો મહેલ છે. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  લક્ષ્મી વિલાસ પેલેસ
  વડોદરાની શાન એટલે લક્ષ્મી વિલાસ પેલેસ. જે ગાયકવાડ રાજવંશનો મહેલ છે. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે.

  (તસવીર સૌજન્યઃ gujrattourism.com)

  7/11
 • EME ટેમ્પલ દક્ષિણામૂર્તિ મંદિર તરીકે ઓળખાતું આ મંદિર ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યું છે. આ મંદિર તેના યુનિક બાંધકામના કારણે પ્રખ્યાત છે. આ મંદિર Electrical and Mechanical Engineering (EME) Corpsએ બાંધ્યું છે. જેની રચના મોર્ડન આર્કિટેક્ચરની ઝાંખી કરાવે છે. અહીં છઠ્ઠીથી લઈને સોળમી સદીની પ્રતિમાઓનું પણ કલેક્શન છે, જે ખાસ જોવા જેવું છે.

  EME ટેમ્પલ
  દક્ષિણામૂર્તિ મંદિર તરીકે ઓળખાતું આ મંદિર ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યું છે. આ મંદિર તેના યુનિક બાંધકામના કારણે પ્રખ્યાત છે. આ મંદિર Electrical and Mechanical Engineering (EME) Corpsએ બાંધ્યું છે. જેની રચના મોર્ડન આર્કિટેક્ચરની ઝાંખી કરાવે છે. અહીં છઠ્ઠીથી લઈને સોળમી સદીની પ્રતિમાઓનું પણ કલેક્શન છે, જે ખાસ જોવા જેવું છે.

  8/11
 • આજવા-નિમેટા ગાર્ડન આજવા ગાર્ડન 20મી સદીની શરૂઆતમાં મહારાજી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બનાવ્યો હતો. 130 એકરમાં બનેલો આ ગાર્ડન ખૂબ જ સરસ છે. સાથે જ અહીં આવેલા મ્યુઝિકલ ડાન્સિંગ ફુવારા પણ આકર્ષણનું કેન્દ્ર બને છે.

  આજવા-નિમેટા ગાર્ડન
  આજવા ગાર્ડન 20મી સદીની શરૂઆતમાં મહારાજી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બનાવ્યો હતો. 130 એકરમાં બનેલો આ ગાર્ડન ખૂબ જ સરસ છે. સાથે જ અહીં આવેલા મ્યુઝિકલ ડાન્સિંગ ફુવારા પણ આકર્ષણનું કેન્દ્ર બને છે.

  9/11
 • સરદાર પટેલ પ્લેનેટોરિયમ વડોદરામાં આવેલા આ પ્લેનેટોરિયમનું બાંધકામ પિરામીડ આકારનું છે. જ્યાં ગુજરાતી, ઈંગ્લિશ અને હિન્દી ભાષામાં આપણા પણા સુર્ય મંડળ તેમજ વિવિધ ગ્રહો, ચંદ્ર, તારાઓ જેવા અવકાશી પદાર્થો  વિશે માહિતી આપવામાં આવે છે. અહીં સુર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે ખાસ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે.

  સરદાર પટેલ પ્લેનેટોરિયમ
  વડોદરામાં આવેલા આ પ્લેનેટોરિયમનું બાંધકામ પિરામીડ આકારનું છે. જ્યાં ગુજરાતી, ઈંગ્લિશ અને હિન્દી ભાષામાં આપણા પણા સુર્ય મંડળ તેમજ વિવિધ ગ્રહો, ચંદ્ર, તારાઓ જેવા અવકાશી પદાર્થો  વિશે માહિતી આપવામાં આવે છે. અહીં સુર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે ખાસ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે.

  10/11
 • સ્ટેચ્યુ ઑફ યુનિટી વડોદરાથી લગભગ 90 કિમી દૂર આવેલા સાધુબેટ પર બની છે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા. 182 મીટર ઉંચી આ પ્રતિમા દેશની શાન છે. સાથે અહીં આવેલું ગાર્ડન અને ગેલેરી પણ આકર્ષણનું કેન્દ્ર છે.

  સ્ટેચ્યુ ઑફ યુનિટી
  વડોદરાથી લગભગ 90 કિમી દૂર આવેલા સાધુબેટ પર બની છે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા. 182 મીટર ઉંચી આ પ્રતિમા દેશની શાન છે. સાથે અહીં આવેલું ગાર્ડન અને ગેલેરી પણ આકર્ષણનું કેન્દ્ર છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

વડોદરા એટલે આપણા ગુજરાતની સંસ્કાર અને શાલિનતાની નગરી. જો તમે વડોદરાની મુલાકાત લઈ રહ્યા છો. તો તેની આસપાસ આવેલા આ સ્થળોએ ચોક્કસ જજો..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK