ફરવા જાઓ ગુજરાતના આ બીચ પર તમે ગોવાને પણ ભૂલી જશો

Published: Jun 09, 2019, 14:10 IST | Falguni Lakhani
 • માધવપુર બીચ પોરબંદરનો રમણીય બીચ એટલે માધવપુર. શાંત એવો આ બીચ કોઈ પણ જાણીતા બીચને ટક્કર આપે એવો છે. અહીં અનેક ટીવી ધારાવાહિકો, જાહેરાતો અને ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે. અહીં માધવરાયનું પૌરાણિક મંદિર પણ આવેલું છે.

  માધવપુર બીચ
  પોરબંદરનો રમણીય બીચ એટલે માધવપુર. શાંત એવો આ બીચ કોઈ પણ જાણીતા બીચને ટક્કર આપે એવો છે. અહીં અનેક ટીવી ધારાવાહિકો, જાહેરાતો અને ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે. અહીં માધવરાયનું પૌરાણિક મંદિર પણ આવેલું છે.

  1/8
 • ચોરવાડ બીચ ગીર સોમનાથનો રમણિય બીચ એટલે ચોરવાડ બીચ. શિયાળા અને ઉનાળાનો સમય અહીં આવવા માટે ઉત્તમ છે. બીચની સુંદરતાથી આકર્ષાઈને અહીં સહેલાણીઓ મોટા પ્રમાણમાં આવે છે.

  ચોરવાડ બીચ
  ગીર સોમનાથનો રમણિય બીચ એટલે ચોરવાડ બીચ. શિયાળા અને ઉનાળાનો સમય અહીં આવવા માટે ઉત્તમ છે. બીચની સુંદરતાથી આકર્ષાઈને અહીં સહેલાણીઓ મોટા પ્રમાણમાં આવે છે.

  2/8
 • નાગવા બીચ ગુજરાતીઓ માટેનું ગોવા એટલે દીવ. અહીંના બીચ પ્રખ્યાત છે. પોર્ટુગલોએ દીવની સ્થાપના કરી હતી. અહીં ફરવા માટે ટુરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે. અહીં ચર્ચ, નાગવા બીચ, ગંગેશ્વર મંદિરસ સી-શેલ મ્યુઝિયમ પણ આવેલું છે.

  નાગવા બીચ
  ગુજરાતીઓ માટેનું ગોવા એટલે દીવ. અહીંના બીચ પ્રખ્યાત છે. પોર્ટુગલોએ દીવની સ્થાપના કરી હતી. અહીં ફરવા માટે ટુરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે. અહીં ચર્ચ, નાગવા બીચ, ગંગેશ્વર મંદિરસ સી-શેલ મ્યુઝિયમ પણ આવેલું છે.

  3/8
 • ડુમસ બીચ સુરતીલાલાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે ડુમસ બીચ. સુરત શહેરથી આ બીચ 21 કિમી દૂર આવેલો છે. આ બીચ ખૂબ જ રળિયામણો છે. શનિ-રવિની રજામાં જાણે આખું સુરત અહીં ઉમટી પડે છે.

  ડુમસ બીચ
  સુરતીલાલાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે ડુમસ બીચ. સુરત શહેરથી આ બીચ 21 કિમી દૂર આવેલો છે. આ બીચ ખૂબ જ રળિયામણો છે. શનિ-રવિની રજામાં જાણે આખું સુરત અહીં ઉમટી પડે છે.

  4/8
 • હજીરા બીચ સુરત શહેરથી 24 કિમી આવેલું આ સ્થળ ખૂબ જ શાંત છે. આ બીચ ખૂબ જ સ્વચ્છ અને રમણીય છે. વીકેન્ડ ગેટ વે તરીકે આ બીચ એકદમ બેસ્ટ છે.

  હજીરા બીચ
  સુરત શહેરથી 24 કિમી આવેલું આ સ્થળ ખૂબ જ શાંત છે. આ બીચ ખૂબ જ સ્વચ્છ અને રમણીય છે. વીકેન્ડ ગેટ વે તરીકે આ બીચ એકદમ બેસ્ટ છે.

  5/8
 • ઉંમરગામ વલસાડમાં આવેલું ઉંમરગામ ખૂબ જ સરસ જગ્યા છે. મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું ઉંમરગામ અનેક ટુરિસ્ટોને આકર્ષે છે.ખાસ કરીને અહીંનો બીચ ખૂબ જ સરસ છે.

  ઉંમરગામ
  વલસાડમાં આવેલું ઉંમરગામ ખૂબ જ સરસ જગ્યા છે. મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું ઉંમરગામ અનેક ટુરિસ્ટોને આકર્ષે છે.ખાસ કરીને અહીંનો બીચ ખૂબ જ સરસ છે.

  6/8
 • માંડવી બીચ, કચ્છ દરિયા કિનારો, આહ્લાદક દરિયાકિનારો અને વિદેશના દરિયા કિનારા જેવી શાંતિ. બસ જો તમને આવા વાતાવરણનો આનંદ માણવો હોય તો તમે માંડવી બીચ જઈ શકો છો. (તસવીર સૌજન્યઃ કચ્છ ટૂર ગાઈડ)

  માંડવી બીચ, કચ્છ
  દરિયા કિનારો, આહ્લાદક દરિયાકિનારો અને વિદેશના દરિયા કિનારા જેવી શાંતિ. બસ જો તમને આવા વાતાવરણનો આનંદ માણવો હોય તો તમે માંડવી બીચ જઈ શકો છો.

  (તસવીર સૌજન્યઃ કચ્છ ટૂર ગાઈડ)

  7/8
 • દ્વારકા બીચ સમુદ્રાના કિનારે વસેલી દ્વારકાધીશની નગરી એટલે દ્વારકા. આ નગરી જેટલી સોહામણી છે તેટલો જ રણિયામણો છે ત્યાંનો બીચ. એક તરફ જગત મંદિર અને બીજી કરફ અફાટ દરિયો. આ નજારો અદ્ભૂત હોય છે. (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  દ્વારકા બીચ
  સમુદ્રાના કિનારે વસેલી દ્વારકાધીશની નગરી એટલે દ્વારકા. આ નગરી જેટલી સોહામણી છે તેટલો જ રણિયામણો છે ત્યાંનો બીચ. એક તરફ જગત મંદિર અને બીજી કરફ અફાટ દરિયો. આ નજારો અદ્ભૂત હોય છે.

  (તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ)

  8/8
 • loading...

ફોટોઝ વિશે

સામાન્ય રીતે બીચનું નામ પડે એટલે લોકોને તરત જ ગોવા યાદ આવે. પરંતુ આપણા ગુજરાતમાં પણ અનેક એવા બીચ છે, જ્યાં તમે જશો તો ગોવાને પણ ભૂલી જશો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK