ટ્રેકિંગના શોખીનોએ ગુજરાત બહાર જવાની નથી જરૂર, આ રહ્યા ઓપ્શન્સ

Published: Jun 18, 2019, 14:57 IST | Falguni Lakhani
 • સાપુતારા ગુજરાતનું સૌથી ફેવરિટ હિલ સ્ટેશન એટલે સાપુતારા. સાપુતારાનું વાતાવરણ ખૂબ જ સરસ હોય છે અને એમાં પણ ટ્રેકિંગના રસિયાઓ માટે તો જાણે જન્નત છે. અહીં તમને ટ્રેકિંગની સાથે એડવેન્ચર સ્પોર્ટસ પણ મળી રહેશે. તસવીર સૌજન્યઃ travelkabaap.com

  સાપુતારા
  ગુજરાતનું સૌથી ફેવરિટ હિલ સ્ટેશન એટલે સાપુતારા. સાપુતારાનું વાતાવરણ ખૂબ જ સરસ હોય છે અને એમાં પણ ટ્રેકિંગના રસિયાઓ માટે તો જાણે જન્નત છે. અહીં તમને ટ્રેકિંગની સાથે એડવેન્ચર સ્પોર્ટસ પણ મળી રહેશે.
  તસવીર સૌજન્યઃ travelkabaap.com

  1/7
 • ડોન હિલ સ્ટેશન ડોન હિલ સ્ટેશન ટ્રેકિંગ માટે  બેસ્ટ છે. અહીં સાપુતારા જેવી ભૌતિક સુવિધા તો નથી પરંતુ કુદરતી સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયેલ છે. અહીં આસપાસ ઝરણાંઓ પણ આવેલા છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે.

  ડોન હિલ સ્ટેશન
  ડોન હિલ સ્ટેશન ટ્રેકિંગ માટે  બેસ્ટ છે. અહીં સાપુતારા જેવી ભૌતિક સુવિધા તો નથી પરંતુ કુદરતી સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયેલ છે. અહીં આસપાસ ઝરણાંઓ પણ આવેલા છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે.

  2/7
 • વિલ્સન હિલ વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં વિલ્સન હિલ્સ આવેલી છે. જે સહ્યાદ્રિ પર્વતમાળાનો જ એક ભાગ છે. દરિયાની સપાટીથી 2300 ફૂટ ઉંચે આવેલું આ સ્થળ તેના નયન રમ્ય દ્રશ્યોના કારણે હંમેશા પ્રકૃતિ પ્રેમીઓનું પ્રિય રહ્યું છે. સાથે ટ્રેકિંગ માટે આ આદર્શ સ્થળ છે. તસવીર સૌજન્યઃ દર્પણ ડોડિયા

  વિલ્સન હિલ
  વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં વિલ્સન હિલ્સ આવેલી છે. જે સહ્યાદ્રિ પર્વતમાળાનો જ એક ભાગ છે. દરિયાની સપાટીથી 2300 ફૂટ ઉંચે આવેલું આ સ્થળ તેના નયન રમ્ય દ્રશ્યોના કારણે હંમેશા પ્રકૃતિ પ્રેમીઓનું પ્રિય રહ્યું છે. સાથે ટ્રેકિંગ માટે આ આદર્શ સ્થળ છે.

  તસવીર સૌજન્યઃ દર્પણ ડોડિયા

  3/7
 • પોળો ફોરેસ્ટ અમદાવાદથી 150 કિમી દૂર આવેલી રમણીય જગ્યા એટલે પોળો ફોરેસ્ટ. અહીં પ્રકૃતિ મન મુકીને વરસી છે. જે લોકોને ટ્રેકિંગ અને હાઈકિંગનો શોખ છે તેમના માટે આ જગ્યા આદર્શ છે. તસવીર સૌજન્યઃ AllEvents.in

  પોળો ફોરેસ્ટ
  અમદાવાદથી 150 કિમી દૂર આવેલી રમણીય જગ્યા એટલે પોળો ફોરેસ્ટ. અહીં પ્રકૃતિ મન મુકીને વરસી છે. જે લોકોને ટ્રેકિંગ અને હાઈકિંગનો શોખ છે તેમના માટે આ જગ્યા આદર્શ છે.

  તસવીર સૌજન્યઃ AllEvents.in

  4/7
 • ગીરનાર સૌરાષ્ટ્રની શાન એટલે ગરવો ગીરનાર. જ્યાં સંતો-મહંતોએ ધૂણી ધખાવી છે. પર્વતારોહણ માટે અને ટ્રેકિંગ માટે આ જગ્યા ખૂબ જ સરસ છે. વનરાઈઓ અને ગીરનારની પર્વતમાળામાંથી પસાર થવાનો આનંદ અનેરો છે.

  ગીરનાર
  સૌરાષ્ટ્રની શાન એટલે ગરવો ગીરનાર. જ્યાં સંતો-મહંતોએ ધૂણી ધખાવી છે. પર્વતારોહણ માટે અને ટ્રેકિંગ માટે આ જગ્યા ખૂબ જ સરસ છે. વનરાઈઓ અને ગીરનારની પર્વતમાળામાંથી પસાર થવાનો આનંદ અનેરો છે.

  5/7
 • કાળો ડુંગર કચ્છની સૌથી ઉંચી જગ્યા એટલે કાળો ડુંગર. કહેવાય છે કે અહીં મેગ્નેટિક ફિલ્ડની અસર અનુભવાય છે. જે ભૂજથી 64 કિમી દૂર આવેલો છે. કાળો ડુંગર કચ્છના રણનું પ્રવેશ દ્વાર છે. અહીંથી રણનો વ્યાપક નજારો જોઈ શકાય છે.

  કાળો ડુંગર
  કચ્છની સૌથી ઉંચી જગ્યા એટલે કાળો ડુંગર. કહેવાય છે કે અહીં મેગ્નેટિક ફિલ્ડની અસર અનુભવાય છે. જે ભૂજથી 64 કિમી દૂર આવેલો છે. કાળો ડુંગર કચ્છના રણનું પ્રવેશ દ્વાર છે. અહીંથી રણનો વ્યાપક નજારો જોઈ શકાય છે.

  6/7
 • પદમડુંગરી ડાંગ જિલ્લાના વ્યારાથી 30 કિમી દૂર આવેલી આ રમણીય કેમ્પસાઈટ ટ્રેકિંગ માટે ખૂબ જ સારી જગ્યા છે. સહ્યાદ્રી હિલ્સની વચ્ચે આવેલા અને અંબિકા નદીના કિનારે વસેલા સ્થળે ટ્રેકિંગ કરવાની મજા આવી જશે. પરંતુ આ માટે સ્થાનિક કોઈ વ્યક્તિને ગાઈડ તરીકે જરૂર લેતા જજો.

  પદમડુંગરી
  ડાંગ જિલ્લાના વ્યારાથી 30 કિમી દૂર આવેલી આ રમણીય કેમ્પસાઈટ ટ્રેકિંગ માટે ખૂબ જ સારી જગ્યા છે. સહ્યાદ્રી હિલ્સની વચ્ચે આવેલા અને અંબિકા નદીના કિનારે વસેલા સ્થળે ટ્રેકિંગ કરવાની મજા આવી જશે. પરંતુ આ માટે સ્થાનિક કોઈ વ્યક્તિને ગાઈડ તરીકે જરૂર લેતા જજો.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

ટ્રેકિંગના શોખીનોએ ગુજરાતની બહાર જવાની જરૂર નથી. ગુજરાતમાં જ આવા સ્થળો આવેલા છે જ્યાં તમે ટ્રેકિંગ માટે જઈ શકો છો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK