જાણો, ગરમીની સીઝનમાં ઈંડા ખાવાથી કેટલો ફાયદો થાય છે

Published: Mar 14, 2019, 14:34 IST | Shilpa Bhanushali
 • ઈંડામાં રહેલા પોષક તત્વો આમ તો દૂધ અને ઈંડાને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. દૂધ વિશે તો તમે જાણો જ છો. તો આજે આપણે વાત કરીએ ઈંડા વિશે. ઈંડાને પોષક તત્વોનો સ્ત્રોત કહેવામાં આવે છે. તેમાં વિટામિન B2 અને પ્રોટીનની માત્રા સૌથી વધુ હોય છે. પ્રોટીન માટે તો ઈંડા ખાવાની સલાહ ડૉક્ટર્સ પણ આપતાં હોય છે. ઈંડામાં તુલનાત્મક રીતે જોતાં કોલેસ્ટ્રોલની મામત્રા પણ ઓછી હોય છે. ઈંડાના સફેદ ભાગમાં વિટામિન D, વિટામિન B6, સેલેનિયમ, B12, ઝીંક, કોપર અને આયર્ન જેવા તત્વો હોય છે. ઈંડાની જર્દીમાં કૈલોરી અને ફૈટ વધુ હોય છે. આ પોષક તત્વ શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.

  ઈંડામાં રહેલા પોષક તત્વો

  આમ તો દૂધ અને ઈંડાને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. દૂધ વિશે તો તમે જાણો જ છો. તો આજે આપણે વાત કરીએ ઈંડા વિશે. ઈંડાને પોષક તત્વોનો સ્ત્રોત કહેવામાં આવે છે. તેમાં વિટામિન B2 અને પ્રોટીનની માત્રા સૌથી વધુ હોય છે. પ્રોટીન માટે તો ઈંડા ખાવાની સલાહ ડૉક્ટર્સ પણ આપતાં હોય છે. ઈંડામાં તુલનાત્મક રીતે જોતાં કોલેસ્ટ્રોલની મામત્રા પણ ઓછી હોય છે. ઈંડાના સફેદ ભાગમાં વિટામિન D, વિટામિન B6, સેલેનિયમ, B12, ઝીંક, કોપર અને આયર્ન જેવા તત્વો હોય છે. ઈંડાની જર્દીમાં કૈલોરી અને ફૈટ વધુ હોય છે. આ પોષક તત્વ શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.

  1/5
 • ઈંડાના ફાયદા ખાવા પીવાની વાત આવે તો લોકો ડાયેટ કોન્સિઅસ વધુ બન્યા છે. એવું ખાવું છે જેનાથી પેટ ભરાય, ટેસ્ટી લાગે અને શરીર પણ ન વધે. તો તેમની માટે આ સલાહ છે કે ઈંડા ખાવાથી વજન ખરેખર ઘટી શકે છે. નાસ્તામાં ઈંડા ખાવાથી વધુ વજન વાળા લોકોની તૃપ્તિ વધે છે. જે તેમને વધુ ખાવાથી રોકે છે અને ભૂખ ઓછી લાગવાને કારણે વજનમાં આપોઆપ ઘટાડો જોવા મળે છે.

  ઈંડાના ફાયદા

  ખાવા પીવાની વાત આવે તો લોકો ડાયેટ કોન્સિઅસ વધુ બન્યા છે. એવું ખાવું છે જેનાથી પેટ ભરાય, ટેસ્ટી લાગે અને શરીર પણ ન વધે. તો તેમની માટે આ સલાહ છે કે ઈંડા ખાવાથી વજન ખરેખર ઘટી શકે છે. નાસ્તામાં ઈંડા ખાવાથી વધુ વજન વાળા લોકોની તૃપ્તિ વધે છે. જે તેમને વધુ ખાવાથી રોકે છે અને ભૂખ ઓછી લાગવાને કારણે વજનમાં આપોઆપ ઘટાડો જોવા મળે છે.

  2/5
 • મોતિયાને અટકાવવાની ક્ષમતા કૉમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં લોકોને ખૂબ જ નાની ઉંમરમાં જ ચશ્માં આવી જાય છે. આંખની તકલીપોના નિવારણ માટે પણ ઈંડા ઉપયોગી બને છે. ઈંડામાં એંટીઓક્સિડેટ્સ જેવા લિટ્યૂન અને જેકૈક્ટીનનો એક મોટો સ્ત્રોત હોય છે. જે આંખો સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈંડા ખાવાથી સ્વસ્થ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને મોતિયો આવતો રોકે છે.

  મોતિયાને અટકાવવાની ક્ષમતા

  કૉમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં લોકોને ખૂબ જ નાની ઉંમરમાં જ ચશ્માં આવી જાય છે. આંખની તકલીપોના નિવારણ માટે પણ ઈંડા ઉપયોગી બને છે. ઈંડામાં એંટીઓક્સિડેટ્સ જેવા લિટ્યૂન અને જેકૈક્ટીનનો એક મોટો સ્ત્રોત હોય છે. જે આંખો સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈંડા ખાવાથી સ્વસ્થ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને મોતિયો આવતો રોકે છે.

  3/5
 • હાડકાં માટે લાભદાયક ઈંડામાં વિટામિન D હોવાથી હાડકાને મજબૂત બનાવે છે. જે કેલ્શિયમ અવશોષન માટે જરૂરી છે. તેથી ઓસ્ટિયોપોરોસિસને રોકવામાં ઈંડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈંડાનુ સેવન કરવાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે. કારણ કે તેની અંદર સલ્ફર અને એમિનો એસિડની ઉચ્ચ માત્રા હોય છે. જે સ્વસ્થ વિકાસને પ્રોત્સાહિત કરનારા વિટામિન અને ખનીજની વિસ્તૃત શૃંખલા હોય છે.

  હાડકાં માટે લાભદાયક

  ઈંડામાં વિટામિન D હોવાથી હાડકાને મજબૂત બનાવે છે. જે કેલ્શિયમ અવશોષન માટે જરૂરી છે. તેથી ઓસ્ટિયોપોરોસિસને રોકવામાં ઈંડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈંડાનુ સેવન કરવાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે. કારણ કે તેની અંદર સલ્ફર અને એમિનો એસિડની ઉચ્ચ માત્રા હોય છે. જે સ્વસ્થ વિકાસને પ્રોત્સાહિત કરનારા વિટામિન અને ખનીજની વિસ્તૃત શૃંખલા હોય છે.

  4/5
 • કોઈપણ સંકોચ વગર ગરમીની ઋતુમાં પણ ઈંડાની મજા માણી શકો છો. પરંતુ એ ખાસ યાદ રાખજો રોજ 1 કે 2 થી વધુ ઈંડા ન ખાશો.

  કોઈપણ સંકોચ વગર ગરમીની ઋતુમાં પણ ઈંડાની મજા માણી શકો છો. પરંતુ એ ખાસ યાદ રાખજો રોજ 1 કે 2 થી વધુ ઈંડા ન ખાશો.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકોની ખાણીપીણીમાં પણ ફેરફાર થતાં જોવા મળે છે. ઘી તેલ જે શિયાળામાં ખવાય છે અને ઠંડીને કારણે તેના પાચનમાં પણ કોઈ તકલીફ પડતી ન હોવાથી આરોગ્યવર્ધક પુરવાર થાય છે. પણ હવે ઋતુ બદલાઈ રહી છે તો શું ખાવું યોગ્ય અને શું પેટને થઈ શકે છે નુકસાનકારક તે સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ શું રહેશે સ્વાસ્થ્ય માટે સુખાકારી... 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK