જૂનાગઢ જાઓ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નહીં હો..

Updated: Nov 06, 2019, 15:03 IST | Falguni Lakhani
 • ગીરનાર ગરવો ગીરનાર..જ્યાં છે સિદ્ધ ચોરાસીના બેસણા..આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે.  અહીં અંબાજી અને દત્તાત્રેય મંદિર આવેલું છે. ગિરનારની દર વર્ષે પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાય છે. ગીરનાર હિન્દુ અને જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રાધામ છે.

  ગીરનાર
  ગરવો ગીરનાર..જ્યાં છે સિદ્ધ ચોરાસીના બેસણા..આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે.  અહીં અંબાજી અને દત્તાત્રેય મંદિર આવેલું છે. ગિરનારની દર વર્ષે પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાય છે. ગીરનાર હિન્દુ અને જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રાધામ છે.

  1/12
 • ભગવાન દત્તાત્રેય અને અંબામાતાનું મંદિર ગીરનારની ગોદમાં જ ભગવાન દત્તાત્રેય અને મા અંબાનું મંદિર આવેલું છે. ગીરનાર ચડવાનું શરૂ કરો એટલે લગભગ અડધે પહોંચો એટલે અંબામાતાનું મંદિર આવે છે. અને ગીરનારના છેડે ભગવાન દત્તાત્રેયનું મંદિર આવેલું છે. તસવીર સૌજન્યઃ tripadvisor.in

  ભગવાન દત્તાત્રેય અને અંબામાતાનું મંદિર
  ગીરનારની ગોદમાં જ ભગવાન દત્તાત્રેય અને મા અંબાનું મંદિર આવેલું છે. ગીરનાર ચડવાનું શરૂ કરો એટલે લગભગ અડધે પહોંચો એટલે અંબામાતાનું મંદિર આવે છે. અને ગીરનારના છેડે ભગવાન દત્તાત્રેયનું મંદિર આવેલું છે.
  તસવીર સૌજન્યઃ tripadvisor.in

  2/12
 • જૈન મંદિરો પવિત્ર ગીરનારનું જૈન ધર્મમાં પણ ખૂબ જ મહત્વ છે. ગીરનાર પર્વતમાં દિગંબર અને શ્વેતાંબર એમ બંને જૈન ધર્મના ફીરકાઓના મંદિરો આવેલા છે. જૈનોના 22માં તિર્થંકર નેમિનાથે અહીં સાધના કરી હોવાનું માનવામાં આવે છે. તસવીર સૌજન્યઃ વિકિપીડિયા

  જૈન મંદિરો
  પવિત્ર ગીરનારનું જૈન ધર્મમાં પણ ખૂબ જ મહત્વ છે. ગીરનાર પર્વતમાં દિગંબર અને શ્વેતાંબર એમ બંને જૈન ધર્મના ફીરકાઓના મંદિરો આવેલા છે. જૈનોના 22માં તિર્થંકર નેમિનાથે અહીં સાધના કરી હોવાનું માનવામાં આવે છે.
  તસવીર સૌજન્યઃ વિકિપીડિયા

  3/12
 • ગીર નેશનલ પાર્ક એશિયાટિક લાયનોનું નિવાસસ્થાન એટલે ગીર નેશનલ પાર્ક. જેને અતિ મહત્વના રક્ષિત વિસ્તાર તરીકે ગણવામાં આવ્યો છે. અહીં સિંહોને સરળતાથી તેમના પ્રાકૃતિક અંદાજમાં જોઈ શકાય છે. ગીરનું અભ્યારણ 1414 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અને સાંજનો છે. આ સમયે જંગલની આસપાસ જીપ ચલાવીને તેમને નિહાળી શકાય છે.


  ગીર નેશનલ પાર્ક
  એશિયાટિક લાયનોનું નિવાસસ્થાન એટલે ગીર નેશનલ પાર્ક. જેને અતિ મહત્વના રક્ષિત વિસ્તાર તરીકે ગણવામાં આવ્યો છે. અહીં સિંહોને સરળતાથી તેમના પ્રાકૃતિક અંદાજમાં જોઈ શકાય છે. ગીરનું અભ્યારણ 1414 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અને સાંજનો છે. આ સમયે જંગલની આસપાસ જીપ ચલાવીને તેમને નિહાળી શકાય છે.

  4/12
 • ઉપરકોટ પ્રાચીન જૂનાગઢ નગરી ઉપરકોટની અંદર વસેલી હતી. જે નગરના રક્ષાકવચ સમાન હતું. ઉપરકોટનો કિલ્લો એ સમયની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. નગરને સુરક્ષિત કરવા માટે કેવા આયોજન કરવા આવે તેઓ આ કિલ્લો ઉત્તમ નમૂનો છે. ઉપરકોટના કિલ્લામાં જ રાણકદેવીનો મહેલ આવેલો છે. આ મહેલની સાથે તેમનો લગ્ન મંડપ પણ આવેલો છે. જો કે આજે તો જૂનાગઢ ઉપરકોટની બહાર પણ વિસ્તરી ગયું છે. પરંતુ આ કિલ્લો આજે પણ અડીખમ ઉભો છે અને આજની પેઢીને ઈતિહાસ યાદ કરાવે છે.


  ઉપરકોટ
  પ્રાચીન જૂનાગઢ નગરી ઉપરકોટની અંદર વસેલી હતી. જે નગરના રક્ષાકવચ સમાન હતું. ઉપરકોટનો કિલ્લો એ સમયની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. નગરને સુરક્ષિત કરવા માટે કેવા આયોજન કરવા આવે તેઓ આ કિલ્લો ઉત્તમ નમૂનો છે. ઉપરકોટના કિલ્લામાં જ રાણકદેવીનો મહેલ આવેલો છે. આ મહેલની સાથે તેમનો લગ્ન મંડપ પણ આવેલો છે. જો કે આજે તો જૂનાગઢ ઉપરકોટની બહાર પણ વિસ્તરી ગયું છે. પરંતુ આ કિલ્લો આજે પણ અડીખમ ઉભો છે અને આજની પેઢીને ઈતિહાસ યાદ કરાવે છે.

  5/12
 • અડી-કડીની વાવ અને નવઘણ કુવો 'અડીકડીની વાવ ને નવઘણ કૂવો, જે ન જોવે એ જીવતો મૂઓ'. જૂનાગઢ અને તેના વારસાનું મહત્વ દર્શાવવા માટે ઉપરની એક જ કહેવત પૂરતી છે. જેનો અર્થ છે, જેણે જૂનાગઢમાં આવેલી અડીકડીની વાવ અને નવઘણ કૂવો નથી જોયો તે જીવતો હોવા છતા મૃત સમાન છે.

  અડી-કડીની વાવ અને નવઘણ કુવો
  'અડીકડીની વાવ ને નવઘણ કૂવો, જે ન જોવે એ જીવતો મૂઓ'. જૂનાગઢ અને તેના વારસાનું મહત્વ દર્શાવવા માટે ઉપરની એક જ કહેવત પૂરતી છે. જેનો અર્થ છે, જેણે જૂનાગઢમાં આવેલી અડીકડીની વાવ અને નવઘણ કૂવો નથી જોયો તે જીવતો હોવા છતા મૃત સમાન છે.

  6/12
 • અશોકનો શિલાલેખ લગભગ 2,300 વર્ષ પહેલા સમ્રાટ અશોકે આપેલો સંદેશ જૂનાગઢે આજે પણ જાળવ્યો છે. આ શિલાલેખ પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકે 14 આજ્ઞાઓ કોતરાવેલી છે. જેને સામાન્ય લોકો પણ સમજી શકે તે માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું છે. આ શિલાલેખ અતુલ્ય ભારતનો અમૂલ્ય વારસો છે. જેની જાળવણી પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે.


  અશોકનો શિલાલેખ
  લગભગ 2,300 વર્ષ પહેલા સમ્રાટ અશોકે આપેલો સંદેશ જૂનાગઢે આજે પણ જાળવ્યો છે. આ શિલાલેખ પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકે 14 આજ્ઞાઓ કોતરાવેલી છે. જેને સામાન્ય લોકો પણ સમજી શકે તે માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું છે. આ શિલાલેખ અતુલ્ય ભારતનો અમૂલ્ય વારસો છે. જેની જાળવણી પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે.

  7/12
 • મહાબત મકબરો ગુજરાતનો તાજમહેલ એટલે જૂનાગઢનો મહાબત મકબરો.  જે બહાઉદ્દીનભાઈ હસનભાઈની કબર છે. એક સમયે જૂનાગઢમાં નવાબોનું શાસન હતું. એ જ સમયે લગભગ 18મી સદીમાં આ મકબરો બંધાયેલો છે. મકબરાનું બાંધકામ ખૂબ જ સરસ છે. તસવીર સૌજન્યઃ વિકિપીડિયા


  મહાબત મકબરો
  ગુજરાતનો તાજમહેલ એટલે જૂનાગઢનો મહાબત મકબરો.  જે બહાઉદ્દીનભાઈ હસનભાઈની કબર છે. એક સમયે જૂનાગઢમાં નવાબોનું શાસન હતું. એ જ સમયે લગભગ 18મી સદીમાં આ મકબરો બંધાયેલો છે. મકબરાનું બાંધકામ ખૂબ જ સરસ છે.
  તસવીર સૌજન્યઃ વિકિપીડિયા

  8/12
 • બૌદ્ધ ગુફાઓ જૂનાગઢમાં આવેલું આ સ્થળ ખરેખર કુદરતી ગુફાઓ નથી, પરંતુ અહીં પથ્થરને કોતરીને ત્રણ ખંડનો સમૂહ બનાવવામાં આવ્યો છે. જેનો બૌદ્ધ સાધુઓ રહેવા માટે ઉપયોગ કરતા હતા. સમ્રાટ અશોકના શાસનમાં બનેલી આ ગુફા સૌથી પ્રાચીન ગુફાઓમાંથી એક છે. જેની દીવાલો પર લખાણ પણ છે. તસવીર સૌજન્યઃ વીકિપીડિયા

  બૌદ્ધ ગુફાઓ
  જૂનાગઢમાં આવેલું આ સ્થળ ખરેખર કુદરતી ગુફાઓ નથી, પરંતુ અહીં પથ્થરને કોતરીને ત્રણ ખંડનો સમૂહ બનાવવામાં આવ્યો છે. જેનો બૌદ્ધ સાધુઓ રહેવા માટે ઉપયોગ કરતા હતા. સમ્રાટ અશોકના શાસનમાં બનેલી આ ગુફા સૌથી પ્રાચીન ગુફાઓમાંથી એક છે. જેની દીવાલો પર લખાણ પણ છે.
  તસવીર સૌજન્યઃ વીકિપીડિયા

  9/12
 • વિલિંગ્ડન ડેમ ગુજરાત જૂનાગઢ શહેરથી ફક્ત 3 કિલોમીટરથી દૂર વિલિંગ્ડન ડેમ આવેલો છે. આખા શહેરના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતા વિલિંગ્ડન ડેમની સુંદરતા તમારૂં મન મોહી લેશે. ચારેતરફ લીલોત્તરી અને પહાડોથી ઘેરાયેલો આ ડેમ તમને મનની શાંતિનો અનુભવ કરાવશે.

  વિલિંગ્ડન ડેમ
  ગુજરાત જૂનાગઢ શહેરથી ફક્ત 3 કિલોમીટરથી દૂર વિલિંગ્ડન ડેમ આવેલો છે. આખા શહેરના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતા વિલિંગ્ડન ડેમની સુંદરતા તમારૂં મન મોહી લેશે. ચારેતરફ લીલોત્તરી અને પહાડોથી ઘેરાયેલો આ ડેમ તમને મનની શાંતિનો અનુભવ કરાવશે.

  10/12
 • પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે પોરબંદર. સાથે આ શહેર કૃષ્ણ સખા સુદામા સાથે પણ જોડાયેલું છે.  પહેલા આ નગરી સુદામાપુરી તરીકે પણ ઓળખાતું હતું. અહીં કીર્તિમંદિર આવેલું છે. જે ગાંધીજીની સ્મૃતિમાં છે. સાથે સાંદીપિની આશ્રમ અને બીચ પણ છે. તસવીર સૌજન્યઃ વીકિપીડિયા

  પોરબંદર
  મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે પોરબંદર. સાથે આ શહેર કૃષ્ણ સખા સુદામા સાથે પણ જોડાયેલું છે.  પહેલા આ નગરી સુદામાપુરી તરીકે પણ ઓળખાતું હતું. અહીં કીર્તિમંદિર આવેલું છે. જે ગાંધીજીની સ્મૃતિમાં છે. સાથે સાંદીપિની આશ્રમ અને બીચ પણ છે.
  તસવીર સૌજન્યઃ વીકિપીડિયા

  11/12
 • માધવપુર બીચ પોરબંદરનો રમણીય બીચ એટલે માધવપુર. શાંત એવો આ બીચ કોઈ પણ જાણીતા બીચને ટક્કર આપે એવો છે. અહીં અનેક ટીવી ધારાવાહિકો, જાહેરાતો અને ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે. અહીં માધવરાયનું પૌરાણિક મંદિર પણ આવેલું છે.

  માધવપુર બીચ
  પોરબંદરનો રમણીય બીચ એટલે માધવપુર. શાંત એવો આ બીચ કોઈ પણ જાણીતા બીચને ટક્કર આપે એવો છે. અહીં અનેક ટીવી ધારાવાહિકો, જાહેરાતો અને ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે. અહીં માધવરાયનું પૌરાણિક મંદિર પણ આવેલું છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

જૂનાગઢ એટલે ઐતિહાસિક નગરી. અહીં ફરવા જેવું ઘણું છે. જો તમને ઈતિહાસ અને વારસા સાથે લગાવ હોય તો આ જગ્યા તમારા માટે એકદમ યોગ્ય છે.એટલે જો તમે પણ જૂનાગઢ જાઓ તો આ સ્થળોની મુલાકાત જરૂરથી લેજો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK