Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: મેષ રાશિની માનસિક ચિંતા ઓછી થાય

સાપ્તાહિક રાશિભવિષ્ય: મેષ રાશિની માનસિક ચિંતા ઓછી થાય

09 June, 2019 01:32 PM IST | મુંબઈ
જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

સાપ્તાહિક રાશિભવિષ્ય: મેષ રાશિની માનસિક ચિંતા ઓછી થાય

રાશિભવિષ્ય

રાશિભવિષ્ય


મેષ (અ,લ,ઈ) : વિદેશમાં માન-સન્માન થવાનો પ્રબળ યોગ. માનસિક ચિંતા ઓછી થાય. મહાદેવનાં દરરોજ દર્શન કરવાથી વધારે શુભ સમય બની રહે.

વૃષભ (બ,વ,ઊ) : સોના-ચાંદીની ચીજ-વસ્તુ ખોવાઈ શકે. પરિવારમાં માંગલિક કાર્ય આવે. બંધ પડેલ વીમા પૉલિસી ચાલુ કરાવવી. કુળદેવીને દરરોજ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો.



મિથુન (ક,છ,ઘ) : વેપાર-વ્યવસાય કરનારને લાભ. વતનમાં મુલાકાત બની રહે. ઉઘરાણીનાં નાણાં પરત આવે. નજીકની હૉસ્પિટલમાં જઈને બીમાર વ્યક્તિની સેવા કરવાથી વધારે સમય સારો બની રહે.


કર્ક (હ,ડ) : ડાબી આંખે ચશ્માંના નંબર વધે. ઑપરેશન પણ કરાવી શકે. લગ્નજીવનમાં મત-મતાંતર થયા કરે. નોકરીમાં ટ્રેઇનિંગ માટે મુસાફરી બની રહે.

સિંહ (મ,ટ) : વડીલની વિદાય કદાચ વસમી પડે! ખૂબ જ મહત્વની મુલાકાતથી લાભ. નવા-નવા મિત્રો થાય. ખોટા સમાચાર, ભડકાઉ નિવેદનથી સાવધ રહેવું.


કન્યા (પ,ઢ,ણ) : કમરને લગતી તકલીફ સાથે કબજિયાતની બીમારી વધે. લાંબા ગાળાની મહેચ્છાઓ પરિપૂર્ણ થાય. ભાણેજનું માન-સન્માન વિદેશમાં થાય. ભિક્ષુકને બિસ્કિટ ખવડાવવા.

તુલા (ર,ત) : ઇન્કમ-ટૅક્સની નોટિસો મળી શકે. આવકોની સામે રોકાણ ખૂબ જ સારું થાય. આકસ્મિક પ્રેમપ્રસંગો થાય. રાત્રિ સમયે વાહન ચલાવવું નહીં.

વૃશ્ચિક (ન,ય) : નોકરિયાત વર્ગને નોકરીમાં રાજીનામું આપવાનો કદાચ શુભ અવસર આવે. વિદેશના ફરવા માટે વિઝા મળે. કુટુંબમાં મત-મતાંતર થયા કરે. મંગળનું નંગ પહેરવું જેનાથી વધારે સારી પ્રગતિ થાય.

ધન (ભ,ધ,ફ,ઢ) : સ્વભાવમાં ઉગ્રતા આવે. નોકરીમાં માન-સન્માન મળે. સરકારી લાભ આર્થિક મોટો થાય. કાળી પેનથી લખવું જે શુભ સમય આવી શકે.

મકર (ખ,જ) : નોકરીમાં પ્રશ્નો વધે. વાસી તેમ જ બહારનો ખોરાક ન ખાવો. કોર્ટ-કચેરીના ધક્કા આવી પડે. વડીલોની સેવા કરવાથી અદ્ભુત બચાવ.

કુંભ (ગ,સ,શ) : દાંતને લગતી તકલીફ થાય. મિત્રોથી શુભ સમાચાર વધે. સાંઈબાબાની ઉપાસના ફળે.

મીન (દ,ચ,ઝ,થ) : મહત્વના દસ્તાવેજ ખોવાઈ જાય. ઊંઘ લેવા માટે ગોળી લેવી પડે. નજીકના સ્વજન દ્વારા સંબંધ બગડે. પ્રસાદ કોઈનો લેવો નહીં.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2019 01:32 PM IST | મુંબઈ | જ્યોતિષાચાર્ય આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK