Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગૂગલ પ્રમાણે “વઘારેલા મમરા” એટલે I Love You

ગૂગલ પ્રમાણે “વઘારેલા મમરા” એટલે I Love You

17 March, 2019 02:50 PM IST | મુંબઈ

ગૂગલ પ્રમાણે “વઘારેલા મમરા” એટલે I Love You

વઘારેલા મમરા

વઘારેલા મમરા


આજના આ ટેકનોલોજીના જમાનામાં લોકો ફાસ્ટ થઇ ગયા છે અને દુનિયા લોકોના મોબાઇલમાં આવી ગઇ છે. ત્યારે એક જ ક્લિક પર પુરી દુનિયાની માહિતી જોઇતી હોય તો તે સૌ કોઇને ખ્યાલ છે કે માત્ર Google પર જ મળી શકે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શું ગુગલને આજે દુનિયાની તમામ માહિતી ખ્યાલ હશે. તેને બધુ જ આવડતું હશે. તો જવાબ છે “ના”

ગુગલમાં આજે વિશ્વની અનેક ભાષાઓનો સમાવેશ થયા છે. પરંતુ એ જરૂરી નથી કે બધાને બધી જ ભાષા આવડતી હોય છે. તેમના માટે ગુગલે વર્ષોથી ગુગલ ટ્રાન્સલેશનની સુવિધા આપી છે. ગુગલના આ ટુલમાં લોકો ન સમજાય તે ભાષાને પોતાની ભાષામાં શબ્દો કન્વર્ટ કરી શકે છે અને સમજી શકે છે. ત્યારે  આ ગુગલ ટ્રાન્સલેશનનો એક ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જે લોકોને પેટ પકડીને હસાવે છે.



ગુગલમાં “વઘારેલા મમરા” દેશભરમાં થયા વાયરલ


ગુગલ ટ્રાન્સલેશનનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને તે બીજી કોઇ નહી પરંતુ ગુજરાતી ભાષા કેન્દ્રમાં છે. ગુગલ ટ્રાન્સલેશનમાં ગુજરાતી શબ્દ વઘારેલા મમરાનું અંગ્રેજીમાં ભાષાંતર કરતા લોકો ચોંકી ઉઠ્યા છે.

Google Translation Vagharela Mamara
Google પ્રમાણે વઘારેલા મમરા એટલે I Love You


ગૂગલ ટ્રાન્સલેશનમાં લોકો ગુજરાતીમાં વઘારેલા મમરાનું અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરે છે ત્યારે તેને I Love You જોવા મળે છે. તમને પણ આશ્ચર્ય થઇ રહ્યું હોય તો તમે પણ ગુગલ ટ્રાન્સલેશનમાં જઇને ચેક કરી શકો છો.

આ પણ વાંચોઃ માત્ર 16 હજારની કિંમતમાં આ છે 6 GB રૅમ ધરાવતા સ્માર્ટફોન

આ પહેલા પણ ગૂગલ ટ્રાન્સલેશનમાં ખોટી માહિતી આવતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. એટલા માટે જો હવે તમે ગુગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરતા હોવ તો બે-ત્રણ વાર ક્રોસ ચેક કરી લેવું.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 02:50 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK