Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > જો મારો મિત્ર લે છે એ ટૅબ્લેટ લઉં તો સુધરી જાય ખરી સેક્સલાઇફ?

જો મારો મિત્ર લે છે એ ટૅબ્લેટ લઉં તો સુધરી જાય ખરી સેક્સલાઇફ?

17 March, 2021 12:05 PM IST | Mumbai
Pratik Ghogare

મારા એક મિત્ર આ બન્ને ગોળી સાથે લે છે અને તેને કોઈ સાઇડ ઇફેક્ટ દેખાતી નથી. મારે આ બન્ને દવા ચાલુ કરવી જોઈએ કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મારી ઉંમર ૬૮ વર્ષની છે અને મારી પત્ની ૬પ વર્ષની છે. હું સંભોગ લાંબો ચલાવવા મેગાલિસ-૨૦ પાવરની ગોળી લઉં છું. એનાથી પેનિસનું ઉત્થાન બરાબર થાય છે અને અમે સેક્સનો આનંદ બરાબર માણીએ છીએ. મારે એ જાણવું છે કે સેક્સ હજી વધારે લાંબો સમય સુધી ચલાવવા મેગાલિસ-૨૦ની સાથે હું પેરાક્સિટિન-૨૦ પાવરની ગોળી લઈ શકું? મારા એક મિત્ર આ બન્ને ગોળી સાથે લે છે અને તેને કોઈ સાઇડ ઇફેક્ટ દેખાતી નથી. મારે આ બન્ને દવા ચાલુ કરવી જોઈએ કે નહીં? - ડોમ્બિવલીના રહેવાસી

ના, જરા પણ નહીં અને ક્યારેય નહીં. કોઈને આપવામાં આવેલી મેડિસિન તેના માટે લાભદાયી હોય એનો અર્થ એવો નથી કે એ તમારા પણ હિતમાં છે. આ જ મેડિસિન નહીં, જગતની કોઈ પણ મેડિસિન જ્યારે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય ત્યારે જે-તે વ્યક્તિની કેસ-હિસ્ટરી જોઈને તેને આપવામાં આવતી હોય છે એટલે તેને લાભકારી પુરવાર થઈ હોય તો પણ બીજા કોઈએ એ દવા લેવી ન જોઈએ.
બીજું, તમે જે બન્ને ડ્રગ્સનાં નામ વાપર્યાં છે એ બન્ને ડ્રગ્સ પ્રિસ્ક્રિપ્શન્ડ ડ્રગ્સ હોવાના કારણે એ ડૉક્ટરની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ અને તમને એ કોઈ નામ પરથી આપશે પણ નહીં. પણ ધારો કે તમે તમારા મિત્ર પાસેથી એ દવા લઈ લેવાના હો તો પણ એવી ભૂલ નહીં કરતા.
જો આ ઉંમરે પણ તમને સેક્સમાં આનંદ આવતો હોય અને તમારાં વાઇફને પણ મજા આવતી હોય તો આ પ્રકારના ઘરમેળે રસ્તાઓ કાઢવાને બદલે બહેતર છે કે તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને તે જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે એ મેડિસિન લો.
આ ઉપરાંત તમે આયુર્વેદના રસ્તે પણ ચાલી શકો છો. આયુર્વેદમાં અનેક ઓસડિયાં એવાં છે જે તમારી જરૂરિયાત પૂરી કરી શકે છે અને એની કોઈ આડઅસર પણ નથી. મારી પર્સનલ ઍડ્વાઇસ છે કે સેક્સનો આનંદ મહત્ત્વનો છે એ વાત મનમાં રાખો. એના પિરિયડને લંબાવવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરવા કરતાં ફોરપ્લેનો આધાર લઈને તમે તમારી સેક્સ-સાઇકલને લાંબો સમય ચલાવી શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2021 12:05 PM IST | Mumbai | Pratik Ghogare

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK