આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

Updated: Jul 09, 2019, 10:19 IST | Sheetal Patel
 • ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા પછી ગુજરાતી સિનેમામાં તેના જેવી બીજી કઇ ફિલ્મ જે દર્શકોના દિલમાં એ સમયે સ્થાન મેળવી શકે? ત્યારે બસ એક જ નામ યાદ આવે મૈયરમાં મનડુ નથી લાગતું. આ ફિલ્મમાં હિતેન કુમાર સાથે જોડી હતી આનંદી ત્રિપાઠીની.

  ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા પછી ગુજરાતી સિનેમામાં તેના જેવી બીજી કઇ ફિલ્મ જે દર્શકોના દિલમાં એ સમયે સ્થાન મેળવી શકે? ત્યારે બસ એક જ નામ યાદ આવે મૈયરમાં મનડુ નથી લાગતું. આ ફિલ્મમાં હિતેન કુમાર સાથે જોડી હતી આનંદી ત્રિપાઠીની.

  1/11
 • રામ અને રાધાની  ફિલ્મ એટલે 'ગામમાં પિયર ને ગામમાં સાસરિયુ' આ ફિલ્મ સિવાય ગુજરાતી ફિલ્મમાં ભલે કમાણીમાં પહેલા નંબર પર ના રહી હોય પરતું 'મૈયરમાં મનડું નથી લાગતું' ફિલ્મ આજે પણ દર્શકોને યાદ છે અને આ ફિલ્મની અભિનેત્રીએ તેની પહેલી ફિલ્મથી લોકપ્રિયતા મેળવી લીધી.

  રામ અને રાધાની  ફિલ્મ એટલે 'ગામમાં પિયર ને ગામમાં સાસરિયુ' આ ફિલ્મ સિવાય ગુજરાતી ફિલ્મમાં ભલે કમાણીમાં પહેલા નંબર પર ના રહી હોય પરતું 'મૈયરમાં મનડું નથી લાગતું' ફિલ્મ આજે પણ દર્શકોને યાદ છે અને આ ફિલ્મની અભિનેત્રીએ તેની પહેલી ફિલ્મથી લોકપ્રિયતા મેળવી લીધી.

  2/11
 • બ્યુટિફૂલ અને આગળ જતા એક્ટિંગમાં કાઠુ કાઢશે તેવું લાગતું હતું, પરંતુ આનંદી નાટકના તખ્તા અને ગુજરાતી સિનેમામાંથી એકાએક ગાયબ થઇ ગઇ. જેનું કમબેક પણ ન થઇ શક્યું.

  બ્યુટિફૂલ અને આગળ જતા એક્ટિંગમાં કાઠુ કાઢશે તેવું લાગતું હતું, પરંતુ આનંદી નાટકના તખ્તા અને ગુજરાતી સિનેમામાંથી એકાએક ગાયબ થઇ ગઇ. જેનું કમબેક પણ ન થઇ શક્યું.

  3/11
 • કોલેજમાં હતી ત્યારે જ આનંદીએ તખ્તા પર નાટકો ભજવવાનું કામ શરૂ કરી દીધું હતું. જ્યાં તેનો અભિનય પણ ખાસ્સો વખણાયો હતો.

  કોલેજમાં હતી ત્યારે જ આનંદીએ તખ્તા પર નાટકો ભજવવાનું કામ શરૂ કરી દીધું હતું. જ્યાં તેનો અભિનય પણ ખાસ્સો વખણાયો હતો.

  4/11
 • તે સમયમાં આનંદી ત્રિપાઠી ટીવી એટલે કે નાની સ્ક્રીનની દુનિયામાં ઉભરતાં નામોમાં એક હતી. તે ગુજરાતમાં જ જન્મેલી અને ગુજરાતમાં જ તેમનો ઉછેર થયો હતો. તેને એકટિંગનો બાળપણ થી જ શોખ હતો. 

  તે સમયમાં આનંદી ત્રિપાઠી ટીવી એટલે કે નાની સ્ક્રીનની દુનિયામાં ઉભરતાં નામોમાં એક હતી. તે ગુજરાતમાં જ જન્મેલી અને ગુજરાતમાં જ તેમનો ઉછેર થયો હતો. તેને એકટિંગનો બાળપણ થી જ શોખ હતો. 

  5/11
 • આ સિવાય ઝી પર પ્રસારિત થતી સિરિયલ વો અપના સા, નાગાર્જુન એક યૌદ્ધા જેવી સિરીયલોમાં પણ કામ કર્યું હતું. એટલે કે આનંદી માત્ર ગુજરાતી સિનેમામાં જ નહીં પણ સિરિયલોમાં પણ પોતાના અભિનયના ઓઝસ પાથરી ચૂકી છે.

  આ સિવાય ઝી પર પ્રસારિત થતી સિરિયલ વો અપના સા, નાગાર્જુન એક યૌદ્ધા જેવી સિરીયલોમાં પણ કામ કર્યું હતું. એટલે કે આનંદી માત્ર ગુજરાતી સિનેમામાં જ નહીં પણ સિરિયલોમાં પણ પોતાના અભિનયના ઓઝસ પાથરી ચૂકી છે.

  6/11
 • જોત જોતામાં એક્ટિંગ અને સુંદરતાના કારણે તેને ગુજરાતી ફિલ્મો મળવા લાગી. જેમાં તેણે મૈયરમાં મનડુ નથી લાગતું, માંડવા રોપાવો મારા રાજ, 2013માં સોહાગણ શોભે સાસરીયે અને છેલ્લે તેણે મારા રુદિયે રંગાણા તમે સાજણા જેવી ફિલ્મો કરી હતી.

  જોત જોતામાં એક્ટિંગ અને સુંદરતાના કારણે તેને ગુજરાતી ફિલ્મો મળવા લાગી. જેમાં તેણે મૈયરમાં મનડુ નથી લાગતું, માંડવા રોપાવો મારા રાજ, 2013માં સોહાગણ શોભે સાસરીયે અને છેલ્લે તેણે મારા રુદિયે રંગાણા તમે સાજણા જેવી ફિલ્મો કરી હતી.

  7/11
 • આનંદીએ શાળા અને કૉલેજનું શિક્ષણ પોતાના વતનમાં જ લીધું હતું, જેમાં તેણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ એકટિવ જોવા મળી હતી, જેણે તેમને મનોરંજન ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યાંથી જ તેમની ફિલ્મી દુનિયાની સફર શરૂ થઈ હતી.

  આનંદીએ શાળા અને કૉલેજનું શિક્ષણ પોતાના વતનમાં જ લીધું હતું, જેમાં તેણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ એકટિવ જોવા મળી હતી, જેણે તેમને મનોરંજન ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યાંથી જ તેમની ફિલ્મી દુનિયાની સફર શરૂ થઈ હતી.

  8/11
 • આનંદી કોલેજના દિવસો દરમિયાન ગુજરાતી થિયેટરમાં સક્રિય થઈ હતી, જેણે તેમને ગુજરાતી ફિલ્મોમાં દાખલ થવા અને પ્રાદેશિક ફિલ્મ જગતમાં તેમના ઉત્સાહ અને વિષયાસક્ત અવતાર સાથે થોડા સમયમાં જ સ્ટાર બનાવી દીધી હતી. 

  આનંદી કોલેજના દિવસો દરમિયાન ગુજરાતી થિયેટરમાં સક્રિય થઈ હતી, જેણે તેમને ગુજરાતી ફિલ્મોમાં દાખલ થવા અને પ્રાદેશિક ફિલ્મ જગતમાં તેમના ઉત્સાહ અને વિષયાસક્ત અવતાર સાથે થોડા સમયમાં જ સ્ટાર બનાવી દીધી હતી. 

  9/11
 • ત્યાર બાદ આનંદીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં લીડ એકટ્રેસ તરીકે ભૂમિકાઓ ભજવી અને અનેક હિટ ફિલ્મો આપી જેમાં 'મૈયરમાં મનડું નથી લાગતું' તેમની શ્રેષ્ઠ ફિલ્મ હતી.

  ત્યાર બાદ આનંદીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં લીડ એકટ્રેસ તરીકે ભૂમિકાઓ ભજવી અને અનેક હિટ ફિલ્મો આપી જેમાં 'મૈયરમાં મનડું નથી લાગતું' તેમની શ્રેષ્ઠ ફિલ્મ હતી.

  10/11
 • ગુજરાતી ફિલ્મ ત્રણ ફિલ્મોને આજે પણ લોકો યાદ કરે છે, આ ફિલ્મોએ દર્શકોનું દિલ જીતી લીધું હતું અને આજે પણ આ ફિલ્મ લોકોને જોવી ગમે છે. 'દેશ રે જોયા દાદા પરદેશ' હિતેન અને રોમા માણેક આ ફિલ્મ એ સમયમાં ખૂબ વખણાઇ હતી, આજે પણ આ ફિલ્મ લોકોને જોવી ગમે છે. 

  ગુજરાતી ફિલ્મ ત્રણ ફિલ્મોને આજે પણ લોકો યાદ કરે છે, આ ફિલ્મોએ દર્શકોનું દિલ જીતી લીધું હતું અને આજે પણ આ ફિલ્મ લોકોને જોવી ગમે છે. 'દેશ રે જોયા દાદા પરદેશ' હિતેન અને રોમા માણેક આ ફિલ્મ એ સમયમાં ખૂબ વખણાઇ હતી, આજે પણ આ ફિલ્મ લોકોને જોવી ગમે છે. 

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આજે ઘણી આગળ આવી ગઈ છે, અને તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. 'ચાલ જીવી લઈએ' આ ફિલ્મ અત્યાર સુધીની તમામ ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતી ફિલ્મોની પરિભાષા જો કોઈએ બદલી હોય તો તે છે, 'છેલ્લો દિવસ' આ ફિલ્મ ગુજરાતી ફિલ્મની દુનિયાને બદલી અને ત્યારથી એક નવો દોર શરૂ થયો ગુજરાતી ફિલ્મની લોકપ્રિયતાનો પહેલા પણ ગુજરાતી ફિલ્મનો યુગ ખૂબ સરસ હતો, જેમ આજની મલ્હાર ઠાકર અને આરોહી જોડી જેમ હિટ છે, તેમ એ સમયમાં સ્નેહલતા અને નરેશ કનોડિયા, રોમા માણેક, આનદી ત્રિપાઠી, હિતેન કુમાર જેવા ઘણા કાલકારો હતા તે ખૂબ લોકપ્રિય હતા, આ પછી ધીમે ધીમે યુગ બદલાતો રહ્યો અને ચલચિત્રો પર નવા નવા કલાકારો આવતા રહ્યા અને જૂના કાલકારો અચાનક ગાયબ થઈ ગયા. લગભગ દરેક ગુજરાતી લોકોએ સાંભળેલી અને જોયેલી એવી ગુજરાતી સૌથી વધુ લોકપ્રિય ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું'થી ફૅમસ થયેલી ગુજરાતી એક્ટ્રેસ આજે દેખાઈ છે કંઈક આવી. જુઓ એમની સુંદર તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK