એક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ

Updated: 11th January, 2021 15:22 IST | Chirantana Bhatt
 • અનુ અગ્રવાલ..90ના દશમાં આવેલી ફિલ્મ આશિકીથી જાણીતી થયેલી અભિનેત્રી, જેણે લોકોને પ્રેમ કરતા શીખવ્યું હતું. પોતાની પહેલી જ ફિલ્મથી પ્રસિદ્ધ થનારી આ અભિનેત્રી આજકાલ શું કરી રહી છે અમે તમને જણાવીશું.

  અનુ અગ્રવાલ..90ના દશમાં આવેલી ફિલ્મ આશિકીથી જાણીતી થયેલી અભિનેત્રી, જેણે લોકોને પ્રેમ કરતા શીખવ્યું હતું. પોતાની પહેલી જ ફિલ્મથી પ્રસિદ્ધ થનારી આ અભિનેત્રી આજકાલ શું કરી રહી છે અમે તમને જણાવીશું.

  1/9
 • બોલીવુડમાં રોજ એક નવા સિતારાનો જન્મ થાય છે અને અનેક એવા છે જેઓ ભુલાઈ જાય છે. આવી જ એક અભિનેત્રી છે અનુ અગ્રવાલ. જેની ફિલ્મ આશિકીના ગીતો મેં દુનિયા ભૂલા દુંગા તેરી ચાહતમેં હોય કે ધીરે-ધીરે સે મેરી ઝિંદગી મેં આના,ને સાંભળીને જ આપણે એક નોસ્ટાલજિયામાં ચાલ્યા જાઈએ છે.

  બોલીવુડમાં રોજ એક નવા સિતારાનો જન્મ થાય છે અને અનેક એવા છે જેઓ ભુલાઈ જાય છે. આવી જ એક અભિનેત્રી છે અનુ અગ્રવાલ. જેની ફિલ્મ આશિકીના ગીતો મેં દુનિયા ભૂલા દુંગા તેરી ચાહતમેં હોય કે ધીરે-ધીરે સે મેરી ઝિંદગી મેં આના,ને સાંભળીને જ આપણે એક નોસ્ટાલજિયામાં ચાલ્યા જાઈએ છે.

  2/9
 • જુઓ આજે કેવી દેખાય છે અનુ અગ્રવાલ! આ તસવીર એ સમયની છે જ્યારે અનુ મહેશ ભટ્ટના બોલાવવા પર મુંબઈ આવી હતી. તમે જોઈ શકો છો તેનો લૂક ખૂબ જ બદલાઈ ગયો છે અને એક વારમાં તેમને ઓળખવા પણ મુશ્કેલ છે.

  જુઓ આજે કેવી દેખાય છે અનુ અગ્રવાલ! આ તસવીર એ સમયની છે જ્યારે અનુ મહેશ ભટ્ટના બોલાવવા પર મુંબઈ આવી હતી. તમે જોઈ શકો છો તેનો લૂક ખૂબ જ બદલાઈ ગયો છે અને એક વારમાં તેમને ઓળખવા પણ મુશ્કેલ છે.

  3/9
 • 11 જાન્યુઆરી 1069માં દિલ્હીમાં પેદા થયેલી અનુ અગ્રવાલ જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાંથી સોશિયલ સાયન્સનો અભ્યાસ કરી રહી હતી ત્યારે મહેશ ભટ્ટે આશિકીમાં તેને બ્રેક આપ્યો.

  11 જાન્યુઆરી 1069માં દિલ્હીમાં પેદા થયેલી અનુ અગ્રવાલ જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાંથી સોશિયલ સાયન્સનો અભ્યાસ કરી રહી હતી ત્યારે મહેશ ભટ્ટે આશિકીમાં તેને બ્રેક આપ્યો.

  4/9
 • આશિકી પહેલા અનુ દૂરદર્શનની એક ટીવી સીરિયલમાં નજર આવી ચુકી હતી. આશિકી ફિલ્મ સફળ રહી અને માત્ર 21 વર્ષની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મુકનાર અનુએ પહેલી જ ફિલ્મથી પોતાની માસૂમિયત, સહજતા ને અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવી લીધા. આ ફિલ્મ બાદ અનુ મોટી સ્ટાર બની ગઈ.

  આશિકી પહેલા અનુ દૂરદર્શનની એક ટીવી સીરિયલમાં નજર આવી ચુકી હતી. આશિકી ફિલ્મ સફળ રહી અને માત્ર 21 વર્ષની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મુકનાર અનુએ પહેલી જ ફિલ્મથી પોતાની માસૂમિયત, સહજતા ને અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવી લીધા. આ ફિલ્મ બાદ અનુ મોટી સ્ટાર બની ગઈ.

  5/9
 • જો કે અનુ આશિકીની સફળતાને જાળવી ન શકી. આશિકી બાદ તેની ફિલ્મો ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ કોઈને ખબર જ ન રહી. તેણે એક તમિલ ફિલ્મ અને એક શૉર્ટ ફિલ્મ પણ કરી. પરંતુ કાંઈ પણ તેની ફેવરમાં ન રહ્યું. અનુને જાણે અહેસાસ થઈ ગયો હતો કે તે ફિલ્મો માટે નથી બની. અને એટલે જ કદાચ 1996 આવતા-આવતા તે મોટા પડદા પરથી ગાયબ થઈ ગઈ અને તેણે પોતાની જાતને યોગ અને અધ્યાત્મ તરફ વાળી લીધી.

  જો કે અનુ આશિકીની સફળતાને જાળવી ન શકી. આશિકી બાદ તેની ફિલ્મો ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ કોઈને ખબર જ ન રહી. તેણે એક તમિલ ફિલ્મ અને એક શૉર્ટ ફિલ્મ પણ કરી. પરંતુ કાંઈ પણ તેની ફેવરમાં ન રહ્યું. અનુને જાણે અહેસાસ થઈ ગયો હતો કે તે ફિલ્મો માટે નથી બની. અને એટલે જ કદાચ 1996 આવતા-આવતા તે મોટા પડદા પરથી ગાયબ થઈ ગઈ અને તેણે પોતાની જાતને યોગ અને અધ્યાત્મ તરફ વાળી લીધી.

  6/9
 • અનુના જીવનમાં મોટું તોફાન તો ત્યારે આવ્યું જ્યારે તે 1999માં અકસ્માતનો શિકાર બની. આ અકસ્માતથી તેમની યાદશક્તિ પર ગંભીર અસર પડી અને તેઓ હાલવા-ચાલવામાં પણ અક્ષમ થઈ ગયા. જ્યારે 29 દિવસ સુધી કોમામાંથી બહાર આવી ત્યારે તે પોતાની યાદશક્તિ ગુમાવી ચુકી હતી.

  અનુના જીવનમાં મોટું તોફાન તો ત્યારે આવ્યું જ્યારે તે 1999માં અકસ્માતનો શિકાર બની. આ અકસ્માતથી તેમની યાદશક્તિ પર ગંભીર અસર પડી અને તેઓ હાલવા-ચાલવામાં પણ અક્ષમ થઈ ગયા. જ્યારે 29 દિવસ સુધી કોમામાંથી બહાર આવી ત્યારે તે પોતાની યાદશક્તિ ગુમાવી ચુકી હતી.

  7/9
 • લગભગ 3 વર્ષ સુધી ચાલેલી લાંબી સારવાર બાદ તે પોતાની ધૂંધળી યાદોને જાણવામાં સફળ રહી. ધીમે-ધીમે તેઓ સામાન્ય થયા અને ત્યારે તેમણે એક મોટો નિર્ણય લીધો, પોતાની તમામ સંપત્તિ દાનમાં આપીને સંન્યાસ લેવાનો. વર્ષ 2015માં અનુ પોતાની આત્મકથા 'અનયૂઝવલઃ મેમોઈર ઑફ એ ગર્લ હૂ કેમ બેક ફ્રોમ ડેડ'ને લઈને ચર્ચામાં રહી. આ પુસ્તકમાં તેમણે પોતાના જીવન અને આધ્યાત્મની વાતોથી લઈને પોતાની રિલેશનશિપ સુધી વિસ્તારથી લખ્યું છે.

  લગભગ 3 વર્ષ સુધી ચાલેલી લાંબી સારવાર બાદ તે પોતાની ધૂંધળી યાદોને જાણવામાં સફળ રહી. ધીમે-ધીમે તેઓ સામાન્ય થયા અને ત્યારે તેમણે એક મોટો નિર્ણય લીધો, પોતાની તમામ સંપત્તિ દાનમાં આપીને સંન્યાસ લેવાનો. વર્ષ 2015માં અનુ પોતાની આત્મકથા 'અનયૂઝવલઃ મેમોઈર ઑફ એ ગર્લ હૂ કેમ બેક ફ્રોમ ડેડ'ને લઈને ચર્ચામાં રહી. આ પુસ્તકમાં તેમણે પોતાના જીવન અને આધ્યાત્મની વાતોથી લઈને પોતાની રિલેશનશિપ સુધી વિસ્તારથી લખ્યું છે.

  8/9
 • અનુના પ્રમાણે આ આત્મકથા એ યુવતીની કહાની છે જેનું જીવન અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું અને બાદમાં તેણે પોતે જ એ ટુકડાઓને એક કહાનીને જેમ જોડ્યા છે. આજ અનુ એકદમ સ્વસ્થ છે, પરંતુ આ ખૂબસૂરત અભિનેત્રીએ બોલીવુડથી પોતાના સંબંધો તોડી નાખ્યા છે. હાલમાં તે બિહાર અને ઉત્તરાખંડના કેટલાક યોગ આશ્રમમાં યોગ શિખવવાનું કામ કરે છે. આ તમામ વચ્ચે તે મુંબઈ આવતી-જતી રહે છે, પરંતુ ગ્લેમરની દુનિયાથી સંપૂર્ણ રીતે દૂર જતી રહી છે.

  અનુના પ્રમાણે આ આત્મકથા એ યુવતીની કહાની છે જેનું જીવન અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું અને બાદમાં તેણે પોતે જ એ ટુકડાઓને એક કહાનીને જેમ જોડ્યા છે. આજ અનુ એકદમ સ્વસ્થ છે, પરંતુ આ ખૂબસૂરત અભિનેત્રીએ બોલીવુડથી પોતાના સંબંધો તોડી નાખ્યા છે. હાલમાં તે બિહાર અને ઉત્તરાખંડના કેટલાક યોગ આશ્રમમાં યોગ શિખવવાનું કામ કરે છે. આ તમામ વચ્ચે તે મુંબઈ આવતી-જતી રહે છે, પરંતુ ગ્લેમરની દુનિયાથી સંપૂર્ણ રીતે દૂર જતી રહી છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

અનુ અગ્રવાલ..90ના દશમાં આવેલી ફિલ્મ આશિકીથી જાણીતી થયેલી અભિનેત્રી, જેણે લોકોને પ્રેમ કરતા શીખવ્યું હતું. પોતાની પહેલી જ ફિલ્મથી પ્રસિદ્ધ થનારી આ અભિનેત્રી આજકાલ શું કરી રહી છે અમે તમને જણાવીશું.

First Published: 11th January, 2021 15:05 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK