એન્કરથી એક્ટર સુધી...જાણો મોન્ટુની બિટ્ટુ ફેમ બંસી રાજપૂતની સફરને...

Updated: Oct 12, 2019, 13:07 IST | Falguni Lakhani
 • બંસીએ પ્રાથમિક શિક્ષણ જૂનાગઢમાં લીધું છે. તેમણે MBA કર્યું છે. તેમને લાગ્યું નહોતું કે તેઓ એન્કર કે એક્ટર બનશે. પરંતુ આર્ટમાં તેમને પહેલેથી જ રસ હતો.

  બંસીએ પ્રાથમિક શિક્ષણ જૂનાગઢમાં લીધું છે. તેમણે MBA કર્યું છે. તેમને લાગ્યું નહોતું કે તેઓ એન્કર કે એક્ટર બનશે. પરંતુ આર્ટમાં તેમને પહેલેથી જ રસ હતો.

  1/16
 • કૉલેજ દરમિયાન બંસી યુથ ફેસ્ટમાં ભાગ લેતા હતા, નાટકો પણ કરતા હતા. જે જોઈને તેમને દુરદર્શનનો ટ્રાવેલિંગ શો પણ કર્યો. આ શો કર્યા બાદ તેમને વીટીવી ચેનલમાંથી ઑફર આવી, અને આવી રીતે તેમની એન્કર તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ.

  કૉલેજ દરમિયાન બંસી યુથ ફેસ્ટમાં ભાગ લેતા હતા, નાટકો પણ કરતા હતા. જે જોઈને તેમને દુરદર્શનનો ટ્રાવેલિંગ શો પણ કર્યો. આ શો કર્યા બાદ તેમને વીટીવી ચેનલમાંથી ઑફર આવી, અને આવી રીતે તેમની એન્કર તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ.

  2/16
 • બંસી MBA છે, તો તેમણે થોડા સમય માટે ફિલ્ડમાં પણ કામ કર્યું હતું. ફરી તેઓ પત્રકારત્વ તરફ વળ્યા. એન્કર તરીકે બંસીએ અનેક જાણીતી ચેનલોમાં કામ કર્યું છે.

  બંસી MBA છે, તો તેમણે થોડા સમય માટે ફિલ્ડમાં પણ કામ કર્યું હતું. ફરી તેઓ પત્રકારત્વ તરફ વળ્યા. એન્કર તરીકે બંસીએ અનેક જાણીતી ચેનલોમાં કામ કર્યું છે.

  3/16
 • બંસીને HR અને માર્કેટિંગમાં કામ કરવું હતું. પરંતુ તેમને એક પછી એક સારી ઑફર મળતી ગઈ અને તેઓ ન્યૂઝ એન્કરમાંથી એક્ટર બની ગયા. (એક કાર્યક્રમ દરમિયાન બંસી રાજપૂત)

  બંસીને HR અને માર્કેટિંગમાં કામ કરવું હતું. પરંતુ તેમને એક પછી એક સારી ઑફર મળતી ગઈ અને તેઓ ન્યૂઝ એન્કરમાંથી એક્ટર બની ગયા.

  (એક કાર્યક્રમ દરમિયાન બંસી રાજપૂત)

  4/16
 • 2013માં અમુલની જાહેરાત આવી હતી, જેમાં સ્મિતા પાટિલ પણ હતા. આ જાહેરાતમાં બંસી જોવા મળ્યા હતા.

  2013માં અમુલની જાહેરાત આવી હતી, જેમાં સ્મિતા પાટિલ પણ હતા. આ જાહેરાતમાં બંસી જોવા મળ્યા હતા.

  5/16
 • અમુલની જાહેરાત બાદ તેમને ફિલ્મની ઑફર આવતી હતી. પરંતુ તેમને મીડિયામાં જ કામ કરવું હતું.

  અમુલની જાહેરાત બાદ તેમને ફિલ્મની ઑફર આવતી હતી. પરંતુ તેમને મીડિયામાં જ કામ કરવું હતું.

  6/16
 • મીડિયામાં છ વર્ષ જેટલા સમય માટે કામ કર્યા બાદ તેમને લાગ્યું કે હવે તેમને કાંઈક નવું કરવું છે ત્યારે તેમને ફિલ્મ મોન્ટુની બિટ્ટુ મળી.

  મીડિયામાં છ વર્ષ જેટલા સમય માટે કામ કર્યા બાદ તેમને લાગ્યું કે હવે તેમને કાંઈક નવું કરવું છે ત્યારે તેમને ફિલ્મ મોન્ટુની બિટ્ટુ મળી.

  7/16
 • મોન્ટુની બિટ્ટુમાં બંસીએ સમાયરાનું પાત્ર ભજવ્યું. જેને લોકો ખૂબ જ પસંદ કર્યું છે. બંસી કહે છે કે લોકો હવે તેમને તેમના પાત્રના નામથી ઓળખે છે.

  મોન્ટુની બિટ્ટુમાં બંસીએ સમાયરાનું પાત્ર ભજવ્યું. જેને લોકો ખૂબ જ પસંદ કર્યું છે. બંસી કહે છે કે લોકો હવે તેમને તેમના પાત્રના નામથી ઓળખે છે.

  8/16
 • મોન્ટુની બિટ્ટુ બાદ બંસી સારી ઑફરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ તેમને અભિલાષા મળી અને તેમણે આ ઑફરને સ્વીકારી લીધી.

  મોન્ટુની બિટ્ટુ બાદ બંસી સારી ઑફરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ તેમને અભિલાષા મળી અને તેમણે આ ઑફરને સ્વીકારી લીધી.

  9/16
 • 'અભિલાષા' ધારાવાહિક કેવી રીતે મળી, તે વિશે વાત કરતા બંસી કહે છે કે, અભિલાષાના મેકર્સે તેમને ફિલ્મ મોન્ટુની બિટ્ટુના પ્રીમિયરમાં જોયા હતા. ત્યારથી તેમને થઈ ગયું કે કોકિલાના પાત્ર માટે તેઓ જ યોગ્ય છે.

  'અભિલાષા' ધારાવાહિક કેવી રીતે મળી, તે વિશે વાત કરતા બંસી કહે છે કે, અભિલાષાના મેકર્સે તેમને ફિલ્મ મોન્ટુની બિટ્ટુના પ્રીમિયરમાં જોયા હતા. ત્યારથી તેમને થઈ ગયું કે કોકિલાના પાત્ર માટે તેઓ જ યોગ્ય છે.

  10/16
 • વર્ષા અડાલજાની કથા વસ્તુ પરથી બનેલી આ ધારાવાહિક કલર્સ પર શરૂ થવા જઈ રહી છે, જેનાથી બંસી રાજપૂત નાના પડદા પર પદાર્પણ કરી રહ્યા છે. તેમની સાથે હિતેન કુમાર પણ છે.

  વર્ષા અડાલજાની કથા વસ્તુ પરથી બનેલી આ ધારાવાહિક કલર્સ પર શરૂ થવા જઈ રહી છે, જેનાથી બંસી રાજપૂત નાના પડદા પર પદાર્પણ કરી રહ્યા છે. તેમની સાથે હિતેન કુમાર પણ છે.

  11/16
 • અભિલાષામાં બંસી રાજપૂત સાસુના પાત્રમાં જોવા મળશે. પોતાની ઉંમરથી મોટી ઉંમરનું પાત્ર ભજવવા બાબતે બંસી કહે છે કે, એક કલાકાર તરીકે આ મારા માટે પડકાર છે જેને મે સ્વીકાર્યો છે.

  અભિલાષામાં બંસી રાજપૂત સાસુના પાત્રમાં જોવા મળશે. પોતાની ઉંમરથી મોટી ઉંમરનું પાત્ર ભજવવા બાબતે બંસી કહે છે કે, એક કલાકાર તરીકે આ મારા માટે પડકાર છે જેને મે સ્વીકાર્યો છે.

  12/16
 • બંસી કહે છે કે કોકિલા, બંસી અને સમાયરા એકદમ અલગ છે. પરંતુ હું પડકારો લેવા માંગું છું. મારે ટાઈપ કાસ્ટ નથી થવું.

  બંસી કહે છે કે કોકિલા, બંસી અને સમાયરા એકદમ અલગ છે. પરંતુ હું પડકારો લેવા માંગું છું. મારે ટાઈપ કાસ્ટ નથી થવું.

  13/16
 • ફિલ્મો અને ટીવીમાં કામ કરતા બંસી ન્યૂઝ એન્કરિંગને મિસ કરે છે. પરંતુ બંસી કહે છે કે, હું હંમેશા પત્રકાર રહીશ જ.

  ફિલ્મો અને ટીવીમાં કામ કરતા બંસી ન્યૂઝ એન્કરિંગને મિસ કરે છે. પરંતુ બંસી કહે છે કે, હું હંમેશા પત્રકાર રહીશ જ.

  14/16
 • અભિલાષા 21 ઑક્ટોબરથી કલર્સ ગુજરાતી પર શરૂ થવા જઈ રહી છે. જેને લઈને બંસી ખૂબ જ ઉત્સાહિત છે.

  અભિલાષા 21 ઑક્ટોબરથી કલર્સ ગુજરાતી પર શરૂ થવા જઈ રહી છે. જેને લઈને બંસી ખૂબ જ ઉત્સાહિત છે.

  15/16
 • બંસીને ફરવાનો પણ ખૂબ જ શોખ છે. તેમને પ્રકૃતિ ગમે છે. કામમાંથી સમય મળ્યે તેઓ ફરવા નીકળી જાય છે.બંસી કહે છે કે એન્કર કે એક્ટર ન હોત તો કોર્પોરેટ કંપનીમાં હોત. હાલ તો તેઓ પોતાની કલાકાર તરીકેની લાઈફને માણી રહ્યા છે.

  બંસીને ફરવાનો પણ ખૂબ જ શોખ છે. તેમને પ્રકૃતિ ગમે છે. કામમાંથી સમય મળ્યે તેઓ ફરવા નીકળી જાય છે.બંસી કહે છે કે એન્કર કે એક્ટર ન હોત તો કોર્પોરેટ કંપનીમાં હોત. હાલ તો તેઓ પોતાની કલાકાર તરીકેની લાઈફને માણી રહ્યા છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

કલર્સ ગુજરાતી પર નવી ધારાવાહિક 'અભિલાષા' શરૂ થવા જઈ રહી છે. જેમાં બંસી રાજપૂત મહત્વની ભૂમિકામાં છે. ત્યારે ચાલો જાણીએ તેમની ન્યૂઝ એન્કરથી એક્ટર સુધીની સફરને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK