પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે 'બસ ચા સુધી' ફેમ જીનલ બેલાણી
Updated: 13th July, 2019 10:26 IST | Falguni Lakhani
મુંબઈના ગુજરાતી પરિવારમાં જ જન્મ અને ઉછેર. મીઠીબાઈમાં અભ્યાસ અને પછી અભિનયમાં જીનલે કદમ રાખ્યા.
1/15
જીનલ તેના કૉલેજના દિવસો દરમિયાન થિએટર સાથે સંકળાયેલી હતી અને 2012માં તેણે ડવની જાહેરાતમાં કામ કર્યું હતું.
2/15
જીનલે દૂરદર્શનની ધારાવાહિક લાગા ચૂનરી મેં દાગમાં મુખ્ય ભૂમિકાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે ફિલ્મ ફેશન પર આધારિત હતી.
3/15
2016માં જીનલે ગુજરાતી ફિલ્મ પોલમ પોલમાં કામ કર્યું. જેમાં તેની સાથે ઓજસ રાવલ હતા.
4/15
2017માં જીનલે ધંત્યા ઓપ અને વૉસ્સઅપ ઝિંદગી જેવી ગુજરાતી ફિલ્મ પણ કરી. જેના માટે તેને વિવેચકોની પ્રશંસા પણ મળી હતી.
5/15
જીનલે હિન્દી ફિલ્મ પટેલ કી પંજાબી શાદીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
6/15
જીનલે લાવ હથેળી શ્યામ લખી દઉં સહિતના જાણીતા નાટકોમાં પણ કામ કર્યું છે.
7/15
તમને યાદ જ હશે વેબ સીરિઝ 'બસ ચા સુધી - 2'. જેમાં જીનલ બેલાણીના પાત્રએ લોકોના દિલ જીતી લીધા હતા.
8/15
આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર'માં પણ જીનલ મુખ્ય ભૂમિકામાં હતી.
9/15
જીનલ 2017માં સિટકોમ શો 'હર મર્દ કા દર્દ'માં પણ જોવા મળી હતી.
10/15
જીનલનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સાદું છે.પોતાની મનમોહક સ્માઈલથી તે લોકોના દિલ જીતી લે છે.
11/15
જીનલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. પોતાની તસવીરો તે પોસ્ટ કરતી રહે છે.
12/15
જરા જુઓ આ બ્લ્યૂ ડ્રેસમાં કેટલી ખૂૂબસૂરત લાગી રહી છે જીનલ.
13/15
થિએટર, ફિલ્મ હોય કે ધારાવાહિકો જીનલના ઉમદા અભિનયની હંમેશા પ્રશંસા થતી રહે છે.
14/15
જીનલે ડોયકેર, માઈક્રોમેક્સ, હૉકિન્સ જેવી જાહેરાતો પણ કરી છે.
15/15
ફોટોઝ વિશે
ફિલ્મ, થિએટર હોય કે ટીવી...તમામ ક્ષેત્રે પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી એટલે જીનલ બેલાણી. સૌમ્ય ચહેરો અને તેના ગાલમાં પડતા ખંજનો તેની ઓળખ છે. જાણો જીનલને થોડી વધુ.. (તસવીર સૌજન્યઃ જીનલ બેલાણી ઈન્સ્ટાગ્રામ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK