શું તમને ખબર છે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?
Updated: Oct 01, 2019, 11:29 IST | Falguni Lakhani
13 ફેબ્રુઆરી 1986ના દિવસે જન્મેલી રશ્મિ જાણીતી મોડેલ અને અભિનેત્રી છે. તે ઉત્તરનમાં તપસ્યાના પાત્રથી જાણીતી બની હતી.
1/12
રશ્મિએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મોથી કરી હતી. તેની પહેલી આસામીઝ ફિલ્મ કન્યાદાન હતી. જે બાદ તેણે કેટલીક ભોજપુરી ફિલ્મો પણ કરી હતી.
2/12
રશ્મિ દેસાઈએ સલમાન ખાન સાથે એડ પણ કરી છે.
3/12
રશ્મિએ રાવણ સીરિયલના મંદોદરીના પાત્રથી ટીવી કરિઅરની શરૂઆત કરી હતી. જો કે તે તપસ્યાના પાત્રથી વધુ જાણીતી બની.
4/12
રશ્મિએ ઈશ્ક કા રંગ સફેદ, અધુરી કહાની હમારી, શક્તિ, નાગિન જેવા શો પણ ક્યા છે. તેણે ખતરો કે ખિલાડી, કિચન ચેમ્પિયન જેવા રિઆલિટી શો પણ કર્યા છે.
5/12
રશ્મિને તેની ભૂમિકાઓ માટે અનેક અવૉર્ડ પણ મળી ચુક્યા છે.
6/12
હવે રશ્મિ બિગ બોસ 13માં જોવા મળી રહી છે. જેને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે.
7/12
બિગ બોસના ઘરમાં ટકી રહેવાના તેના પ્લાન વિશે mid-day.com વિશે વાત કરતા રશ્મિએ કહ્યું કે, મારો કોઈ પ્લાન નથી. હું ગ્રેસફુલી રમવા માંગું છું. મને ખબર છે કે જો તમે સારી રીતે રમશો તો લોકો તમને પસંદ કરશે.
8/12
અફવાઓ તો એવી પણ છે કે રશ્મિનો બોયફ્રેન્ડ અર્હાન પણ શો માં આવવાનો છે. પરંતુ રશ્મિએ કહ્યું હતું કે, પહેલા શોને શરૂ થવા દો.
9/12
IANS સાથે વાત કરતા રશ્મિએ કહ્યું હતું કે, "મને ખબર નથી કે આવી અફવાઓ કોણ ફેલાવે છે. હું મેચ્યોર છું અને મને ખબર છે કે નિર્ણય કેવી રીતે લેવા. હું નથી સમજી શકતી કે લોકો આવું કેમ કરે છે."
10/12
અહેવાલો એવા પણ આવ્યા હતા કે રશ્મિને શોમાં રહેવા માટે તગડી ફી ચુકવવામાં આવી છે.
11/12
તો આપણે પણ આ ગુજરાતણે શોમાં રહેવા માટે ઑલ ધ બેસ્ટ કહીએ!
12/12
ફોટોઝ વિશે
બિગ બોસની 13મી સિઝનમાં એક પ્રતિસ્પર્ધી રશ્મિ દેસાઈ પણ છે. તેણે ટીવી શો રાવણથી પોતાની કરિઅર સ્ટાર્ટ કરી હતી, જે બાદ તે જાણીતી બની ગઈ. ચાલો જાણીએ તેની કરિઅર વિશે તેના કેટલાક ફોટોસ સાથે... તસવીર સૌજન્યઃ રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK