કનિકા માન જોવા મળશે મા કાલીના અવતારમાં

Published: Apr 06, 2019, 09:44 IST

ઝી ટીવી પર આવતા શો ‘ગુડ્ડન... તુમ્મ સે ના હો પાયએગા’માં ગુડ્ડડ્ડનનું પાત્ર ભજવતી કનિકા માન મા કાલીના અવતારમાં જોવા મળશે.

કનિકા માન મા કાલીના અવતારમાં
કનિકા માન મા કાલીના અવતારમાં

ઝી ટીવી પર આવતા શો ‘ગુડ્ડન... તુમ્મ સે ના હો પાયએગા’માં ગુડ્ડડ્ડનનું પાત્ર ભજવતી કનિકા માન મા કાલીના અવતારમાં જોવા મળશે. ગુડ્ડડ્ડન તેની ફૅમિલીની રક્ષા માટે તેનાથી બનતા તમામ પ્રયત્ન કરતી જોવા મળે છે, પરંતુ હવે તે મા કાલીના અવતારમાં દર્શકોને સરપ્રાઇઝ આપશે. આ શોમાં અક્ષત જિંદાલનું પાત્ર નિશાત સિંહ મલ્કાની અને તેના ભાઈ અંગદનું પાત્ર અચલ ટૅન્કવાલ ભજવી રહ્યો છે. અંગદના કારણે અક્ષતે ઘણી કપરી પરિસ્થિતીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

આ પણ વાંચો : સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સનો સેટ છોડીને રિચા શર્મા કેમ જતી રહી?

અંગદના કારસ્તાનને ઉજાગર કરવા માટે ગુડ્ડડ્ડન આ શોમાં મા કાલીનું રૂપ ધારણ કરશે. આ વિશે કનિકાએ કહ્યું હતું કે ‘મને જ્યારે આ નવા લુક વિશે કહેવામાં આવ્યું ત્યારે મા કાલીના પાત્રને લઈને હું ઉત્સાહી હોવાની સાથે નર્વસ પણ હતી. આ લુક માટે મને ચાર કલાકનો સમય લાગે છે અને એ ખૂબ જ થકવી દેનારી પ્રોસેસ છે. મારા ફૅન્સ શું રિએક્શન આપે છે એ જોવા માટે હું ખૂબ જ રાહ જોઈ રહી છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK