અલી અબ્બાસ ઝફરની વેબ-સિરીઝમાં જોવા મળશે સૈફ અલી ખાન ?
સૈફ અલી ખાન
‘ભારત’નો ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર હવે વેબ-સિરીઝમાં હાથ અજમાવવા સૈફ અલી ખાન સાથે ડિજિટલ પ્લૅટફૉર્મ પર કામ કરશે. ઍમેઝૉન પ્રાઇમ માટે અલી અબ્બાસ ઝફર એક વેબ-સિરીઝ બનાવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘સેક્રેડ ગેમ્સ’માં સૈફનો અભિનય ખૂબ વખાણવામાં આવી રહ્યો છે. એવી ચર્ચા છે કે અલી ટૂંક સમયમાં જ આ વેબ-સિરીઝ માટે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરશે અને આ વર્ષના અંત સુધીમાં એ વેબ-સિરીઝને રિલીઝ કરવામાં આવશે. આ વેબ-સિરીઝ પૂરી થયા બાદ સલમાન ખાન અને કૅટરિના કૈફને લઈને ‘ટાઇગર’ની ફ્રૅન્ચાઇઝી પર પણ કામ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : બૉલીવુડમાં કરીઅર બનાવવા માટે નસીબનો સાથ પણ જરૂરી છે: દિવ્યેન્દુ શર્મા
ADVERTISEMENT
અલી અબ્બાસ ઝફર અને સૈફ અલી ખાન બન્ને એકબીજાને ૨૦૦૮માં આવેલી ‘ટશન’ના સમયથી ઓળખે છે. અલીએ આ ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ‘સેક્રેડ ગેમ્સ’માં સૈફનો પર્ફોર્મન્સ અલીને ખૂબ પસંદ પડ્યો છે. આ જ કારણ છે કે તેણે વેબ-સિરીઝ માટે સૈફ પર પસંદગી ઉતારી છે. આ વેબ-સિરીઝ માટે સૈફને પોતાના લુક પર પણ ખાસ વર્ક કરવું પડશે. જોકે સૈફ પણ હાલમાં તેનાં અન્ય કમિટમેન્ટ વ્યસ્ત છે. એ બધાં પૂરાં થયા બાદ જ તે અન્ય પ્રોજેક્ટ હાથમાં લેશે.


