અલ્ટ બાલાજીની અ મેરિડ વુમનમાં રિદ્ધિ ડોગરા-મોનિકા ડોગરા બનશે લેસ્બિયન કપલ

Updated: Jan 22, 2020, 13:21 IST | Parth Dave | Mumbai Desk

મંજુ કપૂરની બુક પર આધારિત આ સિરીઝમાં સામાજિક-રાજકીય મુદ્દા, હિન્દુ-મુસ્લિમનો ધાર્મિક મુદ્દો તથા સમલૈંગિક સંબંધોની મુશ્કેલીઓ બતાવવામાં આવશે

એકતા કપૂરનું ડિજિટલ પ્લૅટફૉર્મ અલ્ટ બાલાજી હટકે અને બોલ્ડ કન્ટેન્ટ પીરસવા માટે જાણીતું છે. ઝીફાઇવ સાથે કૉલબરેશન કર્યા બાદ અલ્ટ બાલાજી અનેક નવા વિષય પર હાથ અજમાવી રહ્યું છે અને એની વ્યૂઅરશિપમાં પણ વધારો નોંધાયો છે. અગાઉ ‘સ્ટેટ વર્સિસ નાણાવટી’ જેવી સિરીઝ બનાવ્યા બાદ હવે એકતા કપૂર ૧૯૯૨ના સમયનો અયોધ્યાનો સળગતો મુદ્દો ઉપાડશે જેનો તાજેતરમાં ફેંસલો આવ્યો છે.

મંજુ કપૂરના જાણીતા પુસ્તક ‘અ મેરિડ વુમન’ પર આધારિત આ શોથી રિદ્ધિ ડોગરા અને મોનિકા ડોગરા ડિજિટલ ડેબ્યુ કરશે. આ શોમાં એક એવી લવસ્ટોરી બતાવવામાં આવશે જે તમામ ધાર્મિક, જાતીય અને સામાજિક હદોને પાર કરી નાખે છે.

આસ્થા (રિદ્ધિ ડોગરા) એક મધ્યમવર્ગીય યુવતી હોય છે જે વ્યવસાયે શિક્ષિકા છે, પણ પેઇન્ટિંગ તેનું પૅશન છે. તે એક આદર્શ દીકરી, પત્ની અને માતા છે જેની જિંદગીના નિર્ણય હંમેશાં બીજા લે છે. તેના જીવનમાં બધું બદલાઈ જાય છે જ્યારે તે પીપલીકા (મોનિકા ડોગરા) નામની એક આર્ટિસ્ટને મળે છે. પીપલીકા તેનાથી એકદમ વિરુદ્ધ વ્યક્તિત્વ ધરાવે છે તેમ છતાં આ બન્ને યુવતીઓ એકબીજાના પ્રેમમાં પડે છે.

રિદ્ધિ ડોગરા ‘મર્યાદા : લેકિન કબ તક’ સિરિયલથી જાણીતી બની હતી તો એક સંગીતકાર તરીકે જાણીતી મોનિકા ડોગરા ‘રૉક ઑન’, ‘બ્રેક કે બાદ’, ‘ધોબી ઘાટ’, ‘તેરા સુરુર’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK