Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલંગ માટે માત્ર બે મહિનામાં આદિત્યએ કર્યું ટ્રાન્સફૉર્મેશન

મલંગ માટે માત્ર બે મહિનામાં આદિત્યએ કર્યું ટ્રાન્સફૉર્મેશન

23 January, 2020 02:45 PM IST | Mumbai

મલંગ માટે માત્ર બે મહિનામાં આદિત્યએ કર્યું ટ્રાન્સફૉર્મેશન

‘મલંગ’

‘મલંગ’


‘મલંગ’નાં ડિરેક્ટર મોહિત સૂરીએ કહ્યું હતું કે આદિત્ય રૉય કપૂરે આ ફિલ્મ માટે માત્ર બે મહિનાનાં ઓછા સમયગાળામાં ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં તેની સાથે દિશા પટણી, અનિલ કપૂર અને કુણાલ ખેમુ પણ જોવા મળવાનાં છે. આદિત્યએ માર્શલ આર્ટ અને ફલેક્સિબીલીટી માટે ખાસ ટ્રેઇનિંગ પણ લીધી છે. આ ફિલ્મનાં ફર્સ્ટ હાફમાં તેને પાતળો દેખાડવામાં આવશે અને સેકેન્ડ હાફમાં તેની દમદાર બૉડી જોવા મળશે. બૉડી બનાવવા માટે આદિત્યએ સાકર અને મીઠુ નહીંવત્ કરી નાખ્યુ હતું. આદિત્ય વિશે મોહિત સુરીએ કહ્યું હતું કે ‘આદિત્યનાં બે લૂક છે. એકમાં તે પાતળો અને બીજામાં બૉડીવાળો છે. જો તમારા પાસે એક લૂકમાંથી બીજા લૂકમાં જવા માટે છ મહિનાનો સમય હોય તો એ સરળ બની જાય છે. જોકે તેણે તો માત્ર બે મહિનાની અંદર જ બૉડી બનાવી દીધી હતી. અમે જ્યારે કેટલાક એવા દૃશ્યોનું શૂટિંગ કરી રહ્યા હતાં જેમાં તેની બૉડી દેખાવાની હોય તો તે સાકર અને મીઠુ છોડી દેતો હતો. સાથે જ તેણે જાડા દેખાવા માટે દરેક સમયે ખાવાનું શરૂ કર્યું હતું. આ એક કપરુ કામ છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 02:45 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK