અર્જુન રેડ્ડી બાદ વિજય દેવરાકોન્ડાની ડિયર કૉમરેડની બનશે હિન્દી રીમેક

Published: 25th July, 2019 10:39 IST

૨૬ જુલાઈએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મના હિન્દી વર્ઝનને કરણ જોહર પ્રોડ્યુસ કરશે

વિજય દેવરાકોન્ડાની ‘ડિયર કૉમરેડ’ની હિન્દી રીમેકને કરણ જોહરે બનાવવાની જાહેરાત કરી છે.
વિજય દેવરાકોન્ડાની ‘ડિયર કૉમરેડ’ની હિન્દી રીમેકને કરણ જોહરે બનાવવાની જાહેરાત કરી છે.

વિજય દેવરાકોન્ડાની ‘ડિયર કૉમરેડ’ની હિન્દી રીમેકને કરણ જોહરે બનાવવાની જાહેરાત કરી છે. ‘અર્જુન રેડ્ડી’ દ્વારા વિજય દેવરાકોન્ડા ખૂબ જ જાણીતું નામ બની ગયું છે. ‘અર્જુન રેડ્ડી’ની પણ હિન્દી રીમેક ‘કબીર સિંહ’ બની છે, જેમાં શાહિદ કપૂરે કામ કર્યું છે. આ ફિલ્મે ખૂબ જ વાહવાહી મળી હોવાથી હવે વિજયની આવનારી ફિલ્મના રાઇટ્સ કરણ જોહરે ખરીદી લીધા છે. ‘ડિયર કૉમરેડ’ ૨૬ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. વિજય સાથેનો ફોટો શૅર કરતાં કરણે ટ્વીટ કર્યું હતું કે ‘મને ‘ડિયર કૉમરેડ’ સૌથી પહેલાં જોવાનો ચાન્સ મળ્યો છે. 

ખૂબ જ પાવરફુલ અને ઇન્ટેન્સ લવસ્ટોરી છે. વિજય અને રશ્મિકા મંદના દ્વારા અદ્ભુત પર્ફોર્મન્સ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ખૂબ જ અદ્ભુત છે અને તમને એક ખૂબ જ સારો મૅસેજ આપશે. મને એ જણાવીને ખુશી થાય છે કે ધરમા મૂવીસ ‘ડિયર કૉમરેડ’ની હિન્દી રીમેકને પ્રોડ્યુસર કરી રહી છે. આ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’

આ પણ વાંચો : ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના શૂટિંગ માટે અજય દેવગણ પહોંચ્યા ભૂજ

કરણની ટ્વીટનો જવાબ આપતાં વિજયે ટ્વીટ કર્યું હતું કે ‘કરણ જોહરે અમારી બૅબી ‘ડિયર કૉમરેડ’ને જોયા બાદ એને પસંદ કરી અને હિન્દી રીમેક બનાવવાની જાહેરાત કરવા માટે મને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. કરણ તારા માટે ખૂબ જ પ્રેમ અને રિસ્પેક્ટ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK