Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ ટીઝરઃ અર્જુન કપૂરની આ ફિલ્મ છે બહાદુરીની ગાથા

ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ ટીઝરઃ અર્જુન કપૂરની આ ફિલ્મ છે બહાદુરીની ગાથા

16 April, 2019 02:22 PM IST | મુંબઈ

ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ ટીઝરઃ અર્જુન કપૂરની આ ફિલ્મ છે બહાદુરીની ગાથા

અર્જુને ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો કર્યો પોસ્ટ

અર્જુને ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો કર્યો પોસ્ટ


મંગળવારે સવારે અભિનેતા અર્જુન કપૂરે તેના ચાહકોને એક સરપ્રાઈઝ આપ. અર્જુને જાહેરાત કરી હતી કે તેની આગામી ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડનું ટીઝર રીલિઝ થશે. અને ફાઈનલી તેનું ટીઝર રીલિઝ થઈ ગયું છે.

અર્જુને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે, "સત્ય ઘટના પર આધારિત, ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ હિંમત અને ગૌરવની સ્ટોરી છે. એ પાંચ વ્યક્તિની વાત છે જેણે ભારતના ઓસામાને મારીને લાખો લોકોના જીવ બચાવ્યા."

અર્જુન કપૂરની આ ફિલ્મ એક સીક્રેટ મેનહંટ પર આધારિત છે, જે 2012 થી 2014 દરમિયાન થઈ હતી. આ તપાસ ભારતના સૌથી ખૂંખાર આતંકવાદીઓને શોધવા માટે કરવામાં આવી હતી. ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ 3 વર્ષના રીસર્ચનું પરિણામ છે.




અર્જુન કપૂર આ ફિલ્મમાં એક ઈન્ટેલિજન્સ ઑફિસરની ભૂમિકામાં છે. આ વિશે વાત કરતા તેણે કહ્યું હતું કે, "આ એક ડરામણી અને સાચી કહાની છે. લોકોને આ ફિલ્મ જોવી પસંદ પડશે કારણ કે મેં જ્યારે આ કહાની સાંભળી ત્યારે હું પણ શોક થઈ ગયો હતો. મને ત્યારે ભારતીય હોવા પર ગર્વ થયો. આ ફિલ્મ એવી મહત્વની ઘટના પર આધારિત છે જેણે આપણા દેશનો ઈતિહાસ બદલી નાખ્યો."

અર્જુન ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડની સાથે સાથે આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપત પર પણ કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે ક્રિતી સેનન અને સંજય દત્ત પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 02:22 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK