કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 13ની શરૂઆત એકદમ ધમાકેદાર જોવા મળી હતી. 3 ઑક્ટોબરથી શરૂ થયેલો બિગ-બૉસ 14માં શરૂઆતના દિવસ એટલા ખાસ નથી રહ્યા, પણ ધીરે-ધીરે ઘરના સ્પધર્કો વચ્ચે હરિફાઈ જોવા મળી હતી. આ બધા વચ્ચે ઘણા ટ્વિસ્ટ પણ જોવા મળ્યા અને સીનના પલટવાર પણ જોવા મળ્યા. પણ હવે લાગે છે કે ગેમનો સૌથી મોટો ટ્વિસ્ટ આવવાનો છે. શૉના હોસ્ટ સલમાન ખાન વીકેન્ડ કા વારમાં ઘરના સદસ્યોને જણાવવાના છે કે બિગ-બૉસનો ફિનાલે વીક આવતા અઠવાડિયામાં થવાનો છે.
View this post on Instagram
સાથે જ આ વીકેન્ડ કા વારમાં સલમાન ખાન મોટી જાહેરાત પણ કરવાના છે. શૉના પ્રોમોમાં સલમાન ખાન ઘરના સદસ્યોને સવાલ પૂછે છે કે - શું તમને ખબર છે કે બિગ-બૉસ 14નો ફિનાલે વીક ક્યારે થવાનો છે. એના પર નિક્કી તંબોલીએ જાન્યુઆરી 2021 જવાબ આપ્યો. બાદ સલમાન ખાન બધાને ઝટકો આપતા જણાવે છે કે બિગ-બૉસ 14 ફાઈનલ આવતા વર્ષે નહીં પરંતુ આવતા અઠવાડિયે થવાનો છે. ફાઈનલમાં ફક્ત 4 કન્ટેસ્ટન્ટ્સ જ રહેશે. પ્રોમોમાં દર્શાવવામાં આવેલી આ જાહેરાત સાચી છે અથવા તો પ્રેન્ક હશે. આ વાત તમને શૉ ઑન-એર થશે ત્યારે જ ખબર પડશે.
નૉમિનેશનમાં છે આ સદસ્ય
હાલ ઘરના સદસ્યો અને એમના ફેન્સ બિગ-બૉસ 14ના ફાઈનલને લઈને ઘણા ઉત્સાહી છે. જણાવી દઈએ કે હાલ ઘરમાં 9 કન્ટેસ્ટન્ટ્સ છે. એમાં રૂબીના દિલૈક, કવિતા કૌશિક, એજાઝ ખાન, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, જાસ્મિન ભસીન, અભિનવ શુક્લા, અલી ગોની અને પવિત્રા પુનિયા સામેલ છે. આ બધામાં નિક્કી તંબોલી અને એજાઝ ખાનને છોડીને બાકી બધા લોકો એવિક્શન માટે નૉમિનેટેડ છે.
તેમ જ શુક્રવારના એપિસોડની વાત કરીએ તો શૉમાં બિગ-બૉસ દ્વારા આપવામાં આવેલા એક બંટવારા ટાસ્કમાં જાસ્મિનના પરિવાર જીતી જાય છે, બાદ કેપ્ટન્સી ટાસ્કનો વારો આવે છે. પરસ્પર સંમતિના અભાવને કારણે, આ અઠવાડિયામાં કોઈને કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી નહોતી. આ ટાસ્કના કારણે રૂબીના દિલૈક અને જાસ્મિનની મિત્રતામાં દરાર પડી જાય છે. આવનારા દિવસમાં બન્ને વચ્ચે ઝઘડા અને વિવાદ થતો જોવા મળશે. આજે જોવાનું રહેશે કે સલમાન ખાન વીકેન્ડ કા વારમાં કોની ક્લાસ લેશે.
Rubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ
22nd January, 2021 14:50 ISTબિગ બોસમાં હજુ ત્રણ એન્ટ્રી છે નક્કી
20th January, 2021 16:16 ISTફાઇનલી બિગ બૉસ આવ્યું ટૉપ ફાઇવમાં
19th January, 2021 16:10 ISTસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 IST