Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા ભટ્ટના કારણે બરબાદ થયું તેની બહેન શાહીન ભટ્ટનું કરિયર ?

આલિયા ભટ્ટના કારણે બરબાદ થયું તેની બહેન શાહીન ભટ્ટનું કરિયર ?

06 August, 2019 11:32 AM IST | મુંબઈ

આલિયા ભટ્ટના કારણે બરબાદ થયું તેની બહેન શાહીન ભટ્ટનું કરિયર ?

આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ

આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ


બોલીવુડની એક્ટ્રેસ આલિયા ભટ્ટ ટોચની હિરોઈન્સમાંની એક છે. આલિયાની એક્ટિંગના લાખો ફેન્સ છે, અને ક્રિટિક્સ પણ તેમની એક્ટિંગને વખાણે છે. પરંતુ આલિયાના કારણે તેની બહેન શાહીન ભટ્ટનું કરિયર બરબાદત થઈ ગયું. ખુદ આલિયાની બહેને એ કહ્યું કે આલિયાના કારણે તેમનું કરિયર ખતમ થી ગયું. આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર બંનેના બાળપણો એક ફોટો શૅર કર્યો છે. જેમાં આલિયા શાહીનના ખોળામાં બેઠેલી દેખાય છે.

 
 
 
View this post on Instagram

Now I know why my career as a ventriloquist crashed and burned.

A post shared by ??????? ????? (@shaheenb) onAug 2, 2019 at 11:35pm PDT




ફોટોના કેપ્શનમાં શાહીને લખ્યું છે,'હવે મને ખબર પડી કે વેંટ્રીલોકિસ્ટ તરીકે મારું કરિયર કેમ બરબાદ અને સમાપ્ત થયું.' વેટ્રીલોકિસ્ટ એક એવો આર્ટિસ્ટ હોય છે, જે હોઠ હલાવ્યા વિના અવાજ કાઢી શકે છે. તમે ટીવીમાં કે રૂબરુ જોયું હશે કે કેટલાક આર્ટિસ્ટ હાથમાં પપેટ લઈને બોલે છે, પરંતુ એ ખબર નથી પડતી કે આર્ટિસ્ટ બોલી રહ્યા છે કે પપેટ. આવા જ આર્ટિસ્ટને વેંટ્રીલોકિસ્ટ કહેવામાં આવે છે.

 
 
 
View this post on Instagram

A post shared by ??????? ????? (@shaheenb) onJul 23, 2017 at 9:49pm PDT


આલિયા ભટ્ટના વર્ક ફ્રંટની વાત કરીએ તો કેટલાક મહિના પહેલા તેમની ફિલ્મ કલંક રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હાલ તે રણબીર કપૂર સાથે પોતાની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત તે હોમ પ્રોડક્શનની ફિલ્મ 'સડક 2'માં પણ દેખાશે.

 
 
 
View this post on Instagram

शिवा और इशा ? #brahmastra

A post shared by Alia ? (@aliaabhatt) onMar 4, 2019 at 6:48am PST

હાલ આલિયા પોતાના રણબીર કપૂર સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. બંનેએ ક્યારેય જાહેરમાં પ્રેમનો એકરાર નથી કર્યો, પરંતુ બંને વચ્ચે જે કેમેસ્ટ્રી છે, તે બધો ખુલાસો કરી દે છે. એટલું જ નહીં કેટલાક દિવસો પહેલા એવી ચર્ચા પણ હતી કે બંને 2020માં લગ્ન કરી શકે છે. જો કે આલિયા ભટ્ટના કાકા મુકેશ ભટ્ટે આ વાતો નકારી દીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2019 11:32 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK