પ્રતિક ગાંધીએ ઉતાર્યું 10 કિલો વજન: જાણો અભિનેતાની 'Fat to Fit'સુધીની સફર

Updated: 20th May, 2020 20:11 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાએ એક પાત્ર માટે વધાર્યું હતું વજન, લૉકડાઉનમાં ફરી ઉતાર્યું વજન

વિડિયોમાંથી લીધેલી તસવીર
વિડિયોમાંથી લીધેલી તસવીર

પાત્રની માંગ પ્રમાણે કલાકારે અનેકવાર તેમના દેખાવ, બોલી, ચાલ અને શરીરની રચનામાં ફેરફાર કરવા પડે છે. વજન બહુ વધારવું કે ઘટાડવું એ પણ પાત્રની માંગ હોય છે. અભિનેતા પ્રતિક ગાંધીએ પણ એક પાત્ર માટે વજન વધાર્યું હતું, જે તેણે લૉકડાઉન દરમ્યાન ઓછું કર્યું છે.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, આગામી સિરીઝ 'સ્કેમ'માં હર્ષદ મહેતાના પાત્ર માટે અભિનેતા પ્રતિક ગાંધીએ દસ કિલો વજન વધાર્યું હતું. સિરીઝમાં પ્રતિક રીઅલ લાઈફનું પાત્ર ભજવે છે. જેવી લૉકડાઉનની ઘોષણા થઈ કે પ્રતિકે તાત્કાલિક નક્કી કર્યું કે વજન ઘટાડવું છે. લૉકડાઉન શરૂ થયું એના થોડાક સમયમાં જ પ્રતિકે વર્કઆઉટ કરવાની શરૂઆત કરી હતી અને વજન ઘટાડવા પર ભાર મુકવાનું શરૂ કર્યું હતું. ફરીથી પહેલા જેવું દેખાવવા માટે પ્રતિક કડક ડાયટ પ્લાન ફોલો કરે છે અને દિવસમાં બે વાર એક એક કલાક વર્કઆઉટ પણ કરે છે.

તાજેતરમાં અભિનેતા તેની વજન ઘટાડવાની આખી વાત અને વિડિયો સોશ્યલ મિડિયા પર પોસ્ટ કર્યા હતા. પ્રતિકે પાત્ર માટે વજન વધારીને 86 કિલો કર્યું હતું અને પોતાના ઓરીજનલ લુકમાં પાછા આવવા માટે અભિનેતાએ લૉકડાઉન દરમ્યાન 10 કિલો વજન ઘટાડયું છે. તેમજ બેલી ફેટ 38'' થી ઘટાડીને 33'' કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, યોગ્ય ડાયટ અને ઘરમાં જ વર્કઆઉટ કરીને આ બધું શક્ય બન્યું છે.

 
 
 
View this post on Instagram

For the first time ever in my life I had gained great amount of weight with great difficulty. It was for a character that I played for one of my career's biggest projects that I am thrilled to share with all of you soon.. With that kind of weight I felt like a completely different person. And shedding those kilos felt like a mountainous task when I began to get back to my former shape. From 86 kg to 76 kg, from 38" to 33" in 58 days with intense bodyweight homebound workout and right diet . Thank you @parth.adhyaru for being a guide, philosopher and friend in this fitness journey. It was impossible to achieve this without your continuous support. Song courtesy : team #dhunki @musicwaala @anishtshah @nirenbhatt #fattofit #fitnessgoals #workout #bodyweightworkout

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial) onMay 18, 2020 at 7:30am PDT

એટલું જ નહીં લૉકડાઉન દરમ્યાન અભિનેતા પત્ની અને દીકરી સાથે વર્કઆઉટ કતો હતો તેના વિડિયો પણ અવારનવાર સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરતો હતો. પ્રતિકના વર્કઆઉટ વિડિયોથી તેના ફેન્સને ઘણી પ્રેરણા મળી હતી.

First Published: 20th May, 2020 18:12 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK