Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન એકમાત્ર એવી વ્યક્તિ છે જેણે DDLJનાં વખાણ કર્યાં હતાં: શાહરુખ

સલમાન એકમાત્ર એવી વ્યક્તિ છે જેણે DDLJનાં વખાણ કર્યાં હતાં: શાહરુખ

Published : 09 February, 2019 09:17 AM | IST |

સલમાન એકમાત્ર એવી વ્યક્તિ છે જેણે DDLJનાં વખાણ કર્યાં હતાં: શાહરુખ

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખે હાલમાં જ એક શોમાં હાજરી આપી હતી. આ શોમાં તેની ફિલ્મો વિશે વાત કરતાં શાહરુખે કહ્યું હતું કે ‘મને હજી પણ યાદ છે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું પ્રીમિયર હતું અને મારી આસપાસ મારા કેટલાક મિત્રો બેઠા હતા. આ ફિલ્મમાં એક દૃશ્ય છે જેમાં હું ડાયલૉગ મારું છું કે ‘રાજ અગર યે તુઝકો પ્યાર કરતી હૈ તો પલટ કે દેખેગી. પલટ. પલટ. પલટ.’ એ સમયે મારા ફ્રેન્ડે મને કહ્યું હતું કે તેં જે રીતે ‘બાઝીગર’માં પેલી છોકરીને મારી હતી એ જ રીતે તું તેને ફરી મારી નાખવાનો હોય એવું લાગી રહ્યું છે. તેણે એમ પણ કહ્યું હતું કે જો હું આ ફિલ્મમાં ન હોત તો એ વધુ સફળ રહી હોત. મને ખૂબ જ દુ:ખ થયું હતું. પ્રોડક્શનની બહારની કોઈ પહેલી વ્યક્તિએ આ ફિલ્મ જોઈ હોય તો એ છે સલમાન ખાન અને તેણે કહ્યું હતું કે આ ફિલ્મ ખૂબ જ શ્રેષ્ઠ છે.’


તેની ફિલ્મો અને લાઇફમાં જે પણ મહિલાઓએ તેને સાથ આપ્યો છે એ માટે તેમનો આભાર માનતાં શાહરુખે કહ્યું હતું કે ‘મને રોમૅન્સ કરવાનું ખૂબ જ વિચિત્ર લાગે છે અને એમ છતાં લોકો મને રોમૅન્ટિક હીરો કહે એ અજુગતું લાગે છે. આ દેશની તમામ હિરોઇનોનો હું આભાર માનું છું જેમણે મારી સાથે કામ કર્યું છે, કારણ કે તેમણે મારું કામ ખૂબ જ સરળ બનાવી દીધું હતું.’



આ પણ વાંચો : લોકોને હસાવવા માટે ઇન્ટેલિજન્સની જરૂર પડે છે : અજય દેવગન


મારાથી જ્યારે પણ કોઈ રોમૅન્ટિક દૃશ્ય નહોતું થતું ત્યારે હું એ માટે ના પાડી દેતો. જોકે મારી હિરોઇનો મને પ્રોત્સાહિત કરતી કે એક વાર પ્રયત્ન કર. આ હું કાજોલ, માધુરી દીક્ષિત નેને અને જુહી ચાવલા દરેકને કહેતો હતો અને તેઓ હંમેશાં મને સર્પોટ કરતી હતી

- શાહરુખ ખાન


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2019 09:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK