3 ઇડિયટ્સના જૉય લોબોને મળીને ગળે લગાવવા માગે છે અલી ફઝલ
3 ઇડિયટ્સના જૉય લોબોને મળીને ગળે લગાવવા માગે છે અલી ફઝલ
અલી ફઝલ ‘3 ઇડિયટ્સ’ના જૉય લોબોને મળવા માગે છે અને તેને ગળે ભેટવા માગે છે. જૉય લોબો ‘3 ઇડિયટ્સ’નું એ કૅરૅક્ટર છે જે સુસાઇડ કરે છે. સાથે જ અલીને ‘ફૂકરે’ના ઝફરને પણ મળવું છે. અલી ફઝલને એક એવી સ્થિતિની કલ્પના કરવા કહ્યું હતું કે જેમાં તેને કઈ બે વ્યક્તિ સાથે સમય પસાર કરવાનું ગમશે એ વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં અલી ફઝલે કહ્યું હતું કે ‘હું ‘3 ઇડિયટ્સ’ના જૉય લોબોને મળવા બોલાવીશ અને તેને ગળે લગાવીશ. મને લાગે છે કે તેને આની વધારે જરૂર છે કેમ કે તે ફિલ્મમાં સુસાઇડ કરે છે. તે ખૂબ જ તણાવમાં હોય છે અને તેની આઇડિયાને સાંભળવામાં નહોતી આવી. તેને ઘણું બધુ કહેવાનું હોય છે, પરંતુ તે કહી નથી શકતો. એથી તે જોરથી ‘ગીવ મી સમ સનશાઇન’ ગીત ગાય છે. એક યંગ સ્ટુડન્ટ હોવાથી તે લાઇફના ડાર્ક ઇમોશનલ તબક્કામાંથી પસાર થાય છે. તે સુસાઇડ કરે એ પહેલાં જ હું તેને બોલાવવા માગું છું, તેને ગળે લગાવીને કહેવા માગું છું કે ‘ભાઈ, લોડ મત લે, સબ ઠીક હો જાયેગા.’ સાથે જ હું આજે ઘરમાં એકલો છું. ઘરનાં બધાં જ કામ મારે કરવા પડે છે જેમ કે સાફસફાઈ અને વાસણ. મને હવે કંટાળો આવવા લાગ્યો છે. એથી હું ‘ફૂકરે’ના ઝફરને બોલાવવા માગું છું. એને હું કહીશ કે ગિટાર વગાડીને મારા માટે કવિતા ગાય. હું પુલાવ બનાવતા શીખ્યો છું એથી હું તેને આ જરૂરથી ખવડાવીશ.’

