Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

11 February, 2024 01:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ લેખ વાંચો અને તે મુજબ તમારા દિવસ અને અઠવાડિયાની યોજના બનાવો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાબુજી ધીરે ચલના 
ચાહે કંઈ પણ થઈ જાય, માણસ એક એવી પ્રજાતિ છે જેને પ્રેમમાં પડવાની થ્રિલ લેવામાં બહુ મજા આવે છે. ભલેને ગમેએટલી વાર હૃદયભંગ થાય, પણ એ પછીયે માણસને પ્રેમની વાતો આકર્ષે છે. જીવનમાં અનેક વાર પ્રેમમાં પડ્યા પછી પણ આપણને આ પ્રેમભરી વાતોમાં રમમાણ રહેવું ગમે છે. પ્રેમમાં આવતા ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ જોવા અને માણવા ગમે એવો આ શો છે. 
ક્યારે?ઃ ૧૧ ફેબ્રુઆરી
સમયઃ સાંજે ૫થી ૭ અને ૭.૩૦થી ૯.૩૦
ક્યાં?ઃ એક્સપરિમેન્ટલ થિયેટર
કિંમતઃ ૫૦૦થી ૭૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com

સી ટેક્સ્ચર આર્ટ વર્કશૉપ 
ટેક્સ્ચર આર્ટ એ થ્રી-ડી ઇફેક્ટ આપતી અનોખી પેઇન્ટિંગ આર્ટ છે. નવા લોકોને મળવાનો અવસર આપતી આ વર્કશૉપમાં તમે નવા વિચારો અને સર્જનાત્મકતાને છૂટાં મૂકીને આભાસી ટેસ્ક્ચર કઈ રીતે પેદા કરવું એ શીખી શકશો. દેસી આર્ટ સ્ટુડિયો દ્વારા વ્યક્તિગત ધોરણે દરિયાકિનારાના સૌંદર્યને કૅન્વસ પર કંડારો અને તમારું સર્જન તમારા ઘરની દીવાલો પર સજાવો.
ક્યારે?ઃ ૧૧ ફેબ્રુઆરી
સમયઃ સાંજે ૪.૩૦થી ૬.૩૦
ક્યાં?ઃ ગ્લોકલ જંક્શન, નેહરુ પ્લૅનેટોરિયમની સામે, વરલી
કિંમતઃ ૧૬૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ allevents.inનેક્સ્ટ વીકમાં શું કરશો?


કિઝોમા ડાન્સ વર્કશૉપ

વૅલેન્ટાઇન્સ ડેના દિવસે પાર્ટનર સાથે હૉટ ઍન્ડ સ્પાઇસી ફીલ આપતો કિઝોમા ડાન્સ કરતાં શીખીને તમારા પ્રેમને ઑર ઊંડો બનાવવાનો અવસર છે. કિઝોમાની સેન્સ્યુઅલ મૂવમેન્ટ્સ, પૅશનેટ મ્યુઝિક અને હાર્ટફેલ્ટ કનેક્શન તમારી સાંજને રોમૅન્ટિક તો બનાવશે જ, પણ સાથે કંઈક નવું શીખવાનો અવસર પણ પ્રદાન કરશે. 
ક્યારે?ઃ ૧૪ ફેબ્રુઆરી
સમયઃ રાતે 
૮.૩૦ વાગ્યે
ક્યાં?ઃ નૃત્ય 
શક્તિ સ્ટુડિયો
કિંમતઃ 
૭૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow


સોનુ નિગમ લાઇવ 
સિનેસ્ટાર ઇવેન્ટ્સ અને ઇમેયુ ઇવેન્ટ્સ લઈ આવ્યા છે બૉલીવુડના મેલડી કિંગ સોનુ નિગમને લાઇવ. હિન્દી ફિલ્મી દુનિયાનાં મેલોડિયસ ગીતો હોય, સૅડ સૉન્ગ્સ હોય કે પછી પાર્ટી સૉન્ગ્સ; દરેકને અદભુત ન્યાય આપ્યો છે વર્સેટાઇલ સિંગર સોનુએ. 
ક્યારે?ઃ ૧૭ ફેબ્રુઆરી
સમયઃ સાંજે ૭ વાગ્યાથી
ક્યાં?ઃ ઇનઑર્બિટ મૉલ, મલાડ
કિંમતઃ ૭૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ bookmyshow

એક શામ આર્ટ કે નામ 
મહારાષ્ટ્રની શાન ગણાતા વારલી પેઇન્ટિંગનું બેસિક શીખીને એમાંથી વિવિધ પ્રકારનાં મોટિફક્સનો ઉપયોગ કરતાં શીખવાનો અવસર છે. અનુભવી આર્ટિસ્ટ પૂજા મિત્તલ પાસેથી વારલી પેઇન્ટિંગની બેસિકથી ઍડ્વાન્સ્ડ આર્ટ સ્ટાઇલ શીખી શકાશે. પહેલેથી પેઇન્ટિંગનો અનુભવ હોવો જરૂરી નથી. 
ક્યારે?ઃ ૧૬ ફેબ્રુઆરી
સમયઃ સાંજે ૭
ક્યાં?ઃ ઑનલાઇન ઝૂમ પર
કિંમતઃ ૪૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ @rooftop_app

ડિસ્કવર ડિવોશન 
શ્રીમદ ભાગવતના વિવિધ શ્લોકો આજની તારીખે પણ કેટલા સાંપ્રત છે એ સમજાવશે સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતીજી. આત્માને સ્પર્શે એવા વિષયો પર જ્ઞાન પીરસાશે. નૈમિષારણ્યે પૂછેલા સવાલો, વિષ્ણુના વિવિધ અવતાર, કુંતી અને ભગવાન કૃષ્ણ, ભીષ્મનો મોક્ષ, મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણના જીવનની વાતો જેવા વિવિધ વિષયો અહીં કવર કરવામાં આવશે. 
ક્યારે?ઃ ૧૨થી ૨૪ ફેબ્રુઆરી 
સમયઃ સાંજે ૭થી ૮
ક્યાં?ઃ ઑનલાઇન ઝૂમ પર 
કિંમતઃ ૨૫૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ @cifkochi

મોલેલા ટેરાકોટા વર્કશૉપ
ટેરાકોટાના ખાસ પ્રકારમાં વિવિધ પ્રકારનાં દેવી-દેવતાઓની પ્રતિકૃતિ પણ બનાવી શકાય છે. ટેરાકોટા આર્ટના નૅશનલ અવૉર્ડ વિનર આર્ટિસ્ટ દિનેશ મોલેલાની મુંબઈમાં પ્રત્યક્ષ વર્કશૉપ થઈ રહી છે જેમાં ટેરાકોટાની પ્રાથમિક શરૂઆતથી લઈને બારીકીઓ સુધીનું જ્ઞાન પીરસાશે.
ક્યારે?ઃ ૧૪ ફેબ્રુઆરી
સમયઃ સાંજે ૪થી ૬
ક્યાં?ઃ ૩ આર્ટ હાઉસ, સી-૩૫, અજન્તા બિલ્ડિંગ, ખાર-વેસ્ટ 
કિંમતઃ ૧૨૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ  memeraki.com

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK