Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મોંઘવારીમાં વધુ એક માર: ફુગાવો 5.54 ટકા સાથે 3 વર્ષની ટોચ પર પહોંચ્યો

મોંઘવારીમાં વધુ એક માર: ફુગાવો 5.54 ટકા સાથે 3 વર્ષની ટોચ પર પહોંચ્યો

12 December, 2019 08:20 PM IST | New Delhi

મોંઘવારીમાં વધુ એક માર: ફુગાવો 5.54 ટકા સાથે 3 વર્ષની ટોચ પર પહોંચ્યો

ખાદ્ય મોંઘવારી દર વધ્યો

ખાદ્ય મોંઘવારી દર વધ્યો


ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારો થવાને કારણે નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકા થયો છે. આ તેની ત્રણ વર્ષની ઉંચી સપાટી છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવો આ વર્ષે ઓક્ટોબરમાં 4.62 ટકા અને નવેમ્બર 2018 માં 2.33 ટકા હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ચાલું મહિના દરમિયાન ખાદ્ય ફુગાવાનો દર વધીને 10.01 ટકા થયો છે.




2016
માં છુટક ફુગાવે 6.07 ટકા હતો
ઓક્ટોબરમાં તે 7.89 ટકા અને એક વર્ષ પહેલા આ જ મહિનામાં 2.61 ટકા નોંધાયો હતો. આ અગાઉ જુલાઈ 2016માં છૂટક ફુગાવાનો દર 6.07 ટકા નોંધાયો હતો. રિઝર્વ બેંક મુખ્યત્વે નાણાકીય નીતિની સમીક્ષામાં છૂટક ફુગાવા પર જ નજર રાખે છે અને રિઝર્વ બેન્કને રિટેલ ફુગાવો બે ટકાની ઉપર અને બે ટકા નીચે ચાર ટકાની રેન્જમાં રાખવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.


શાકભાજી-ડુંગણીમાં ભાવ વધારો મુખ્ય કારણ
અનાજની કિંમતોમાં વધારો, શાકભાજી-ડૂંગળીના ભાવમાં વધારો તેનું મુખ્ય કારણ છે. છેલ્લા એક મહિનાથી ડુંગળીના ભાવ આભને આંબી ચુક્યા છે. ખાદ્ય પદાર્થોની મોંઘવારી 7.89%થી વધીને 10.01 ટકા થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 08:20 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK