Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IND VS AUS: ટીમ ઈન્ડિયા પર ભડક્યા ક્રિકેટ ફેન્સ

IND VS AUS: ટીમ ઈન્ડિયા પર ભડક્યા ક્રિકેટ ફેન્સ

14 February, 2019 03:10 PM IST |

IND VS AUS: ટીમ ઈન્ડિયા પર ભડક્યા ક્રિકેટ ફેન્સ

સિડની ટેસ્ટ માટે ભારતીય ટીમનું સિલેક્શન

સિડની ટેસ્ટ માટે ભારતીય ટીમનું સિલેક્શન


ભારત  અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી મેચ ગુરુવારથી સિડનીમાં રમાશે. આ પહેલા અંતિમ 13 પ્લેયર્સના નામ જાહેર કરવામાં આવ્યા છે.  સિડની ખાતે રમાનારી ટીમમાં જે ખેલાડીઓના નામ છે તેમા લોકેશ રાહુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે ક્રિકેટ ફેન્સે સિલેક્ટર્સ સામે સવાલ ઉઠાવ્યા છે અને સોશિયલ મીડિયામાં ટીમના સિલેક્શનને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે.
 


રાહુલને ચોથા ટેસ્ટની ટીમમાં સામેલ કરવાની વાત ભારતીય ક્રિકેટ ફેન્સના ગળા નીચે ઉતરી શકે તેમ નથી કારણકે રાહુલે અત્યાર સુધી રમેલી બન્ને ટેસ્ટમાં  સારૂ પ્રદર્શન કર્યુ નથી. રાહુલે બન્ને ટેસ્ટમાં 2, 44, 2, અને 0 રન બનાવ્યા હતાં. એટલુ જ નહી રાહુલ અને વિજયની જોડી ભારતને સારી શરૂઆત આપવામાં સફળ રહ્યા ન હતા.આ જ કારણ છે કે ભારતીય ક્રિકેટ ફેન્સને ટીમ ઈન્ડિયાનો આ નિર્ણય આંખે ખૂચ્યો છે અને ક્રિકેટ ફેન્સ તેમના આ નિર્ણય પર ગુસ્સો જાહેર કરી રહ્યા છે.

 
ભારતની 13 સભ્યોની ટીમ

વિરાટ કોહલી, અજિંક્યા રહાણે, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ
Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 03:10 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK