Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આગામી બન્ને જિમ્નૅસ્ટિક વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે દીપા કરમાકર

આગામી બન્ને જિમ્નૅસ્ટિક વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે દીપા કરમાકર

24 July, 2019 03:36 PM IST |

આગામી બન્ને જિમ્નૅસ્ટિક વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે દીપા કરમાકર

દીપા કરમાકર

દીપા કરમાકર


રિયો ઑલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહેનાર ભારતની સ્ટાર જિમ્નૅસ્ટર દીપા કરમાકરને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ બાકુ અને દોહામાં યોજાનારા આગામી બન્ને ઑલિમ્પિક ક્વૉલિફિકેશન વર્લ્ડ કપમાં ભાગ લેવા ગઈ કાલે મંજૂરી આપી હતી અને જિમ્નૅસ્ટિક ફેડરેશન ઑફ ઇન્ડિયા (GFI)ને પુરુષો માટે ટ્રાયલ્સ યોજવાનું કહ્યું હતું. અઝરબૈજાનમાં ૧૪-૧૭ માર્ચ અને કતારમાં ૨૦-૨૩ માર્ચ દરમ્યાન રમાનારા વર્લ્ડ કપ માટે જિમ્નૅસ્ટિક ફેડરેશને દીપાને સતત બે વર્લ્ડ કપ માટે રજિસ્ટર્ડ કરી હતી, પણ ક્લિયરન્સ મળવાનું બાકી હતું જે હવે મળી ગયું છે. જિમ્નૅસ્ટિક ફેડરેશને આશિષ કુમાર અને યોગેશ્વર દત્તનાં નામ સ્પોર્ટ્સ ઑથોરિટીને મોકલ્યાં હતાં અને એના રિસ્પૉન્સમાં આ ઑથોરિટીએ ૧૧ માર્ચે સિલેક્શન ટ્રાયલ્સ યોજવાનું કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK