ડબ્લ્યુપીએલની બીજી સીઝન આવતા ફેબ્રુઆરીમાં શરૂ થશે. જોકે એ પહેલાં એના પ્લેયર્સ-ઑક્શનનો સમય આવી ગયો છે જે શનિવાર ૯ ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે.
સ્મૃતિ મંધના
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વિમેન્સ ટીમની કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ બૅન્ગલોરની એક ઇવેન્ટમાં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં મલ્ટિ-સિટી ફૉર્મેટ અપનાવવાનો અનુરોધ કર્યો હતો. તેનો કહેવાનો મતલબ એ હતો કે ૨૦૨૩માં પહેલી જ સીઝનમાં સુપરહિટ થયેલી આ સ્પર્ધા મર્યાદિત શહેરોને બદલે અનેક શહેરોમાં રાખવામાં આવે તો વિમેન્સ ક્રિકેટને અસંખ્ય નવા ચાહકો મળી શકે.
૨૭ વર્ષની મંધાના આરસીબી વિમેન્સની કૅપ્ટન છે. ૨૦૨૩ની ડબ્લ્યુપીએલ મુંબઈમાં જ રમાઈ હતી, જ્યારે ૨૦૨૪ની સીઝનની મૅચો મુંબઈ ઉપરાંત બૅન્ગલોરમાં પણ રમાશે એવો અહેવાલ છે. આયોજકો મલ્ટિ-સિટી ફૉર્મેટ અપનાવશે એવી આશા વ્યક્ત કરતાં તેણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘આરસીબીની ફૅન તરીકે મને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (બૅન્ગલોર)માં રમવું ખૂબ ગમશે. હું આ ગ્રાઉન્ડ પર રમતી હોઉં અને ચાહકો ‘આરસીબી... આરસીબી’ની બૂમ પાડે એ સાંભળવાનું પણ મને ઘણું ગમશે. હું એ ઍટમોસ્ફિયર માણવા માગું છું. જો વધુ ને વધુ શહેરોમાં ડબ્લ્યુપીએલ રમાશે તો અનેક નવા ફૅન્સ મળશે.’
ADVERTISEMENT
ડબ્લ્યુપીએલની બીજી સીઝન આવતા ફેબ્રુઆરીમાં શરૂ થશે. જોકે એ પહેલાં એના પ્લેયર્સ-ઑક્શનનો સમય આવી ગયો છે જે શનિવાર ૯ ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે.