મને એ વાતની ખબર નહોતી કે હું ઑસ્ટ્રેલિયા માટે રમી શકીશ કે નહીં : સ્મિથ
સ્મિથ
ઇંગ્લૅન્ડ સામે પહેલી ઍશિઝ ટેસ્ટના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવન સ્મિથે ૨૧૯ બૉલમાં અફલાતૂન ૧૪૪ રન ફટકારીને પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. તેણે કહ્યું કે પ્રતિબંધ વખતે એવું લાગતું હતું કે હવે ફરી દેશ વતી ક્રિકેટ રમવાનો મોકો નહીં મળે.
સાઉથ આફ્રિકામાં ગયા વર્ષે બૉલ-ટેમ્પરિંગ સ્કૅમનું ષડ્યંત્ર રચવા બદલ સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ટી-ટાઇમ પહેલાં ઑસ્ટ્રેલિયાએ ફક્ત ૧૨૨ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી છતાં સ્મિથે એકલાહાથે લડીને ટીમનો સ્કોર અંતે ૨૮૪ સુધી પહોંચાડ્યો હતો. મીડિયાને સ્મિથે કહ્યું કે ‘છેલ્લા ૧૫ મહિનાના સમયગાળા દરમ્યાન મને નહોતી ખબર કે હું ફરીથી દેશ વતી ક્રિકેટ રમી શકીશ કે નહીં. ગેમ માટે થોડો પ્રેમ ઓછો થયો હતો, ખાસ કરીને જ્યારે એલ્બો ઑપરેશન કરાવ્યું હતું ત્યારે. એ સમય ખરેખર કઠિન હતો. ઇન્જરીમાંથી જ્યારે સાજો થવા લાગ્યો ત્યારે મને ગેમ માટે પ્રેમ જાગ્યો અને ત્યાંથી
મને રિયલાઇઝ થયું કે મારે ફરીથી રમવું જોઈએ. ઑસ્ટ્રેલિયા વતી ફરીથી રમવાનો મને આનંદ છે. ડેફિનેટલી આ સેન્ચુરી મારા કરીઅરની વન ઑફ ધ બેસ્ટ સેન્ચુરી છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : રોહિત શર્મા કર્યા છે વિરાટ કોહલીની પોસ્ટમાં?
ટેસ્ટમાં ૨૪ સેન્ચુરી ફટકારનાર સ્મિથ બન્યો સેકન્ડ ફાસ્ટેસ્ટ બૅટ્સમૅન
ઑસ્ટ્રેલિયાનો ૩૨ વર્ષનો લડાયક બૅટ્સમૅન સ્ટીવન સ્મિથ ૨૪ ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર વર્લ્ડનો સેકન્ડ ફાસ્ટેસ્ટ બૅટ્સમૅન બન્યો છે. તે ૧૪૪ રનની ક્લાસિક ઇનિંગ ૧૧૮મી ઇનિંગમાં રમ્યો હતો. ફક્ત સર ડૉન બ્રૅડમૅને ૬૬ ઇનિંગમાં ૨૪ સેન્ચુરી ફટકારી હતી. વિરાટ કોહલીએ ૧૨૩મી અને સચિન તેન્ડુલકરે ૧૨૫મી ઇનિંગમાં ૨૪ સેન્ચુરી પૂરી કરી હતી. સ્મિથે ૨૪મી સેન્ચુરી ફટકારીને ગ્રેગ ચૅપલ, સર વિવિયન રિચર્ડ્સ અને મોહમ્મદ યુસુફની બરોબરી કરી હતી. ઑસ્ટ્રેલિયાના ફક્ત ૬ ક્રિકેટરો સ્મિથથી વધુ સદી ફટકારી શક્યા છે.