તસવીર: PTI
Updated
7 months 2 weeks 2 days 10 hours 7 minutes ago
01:57 PM
Budget 2024 Live Updates: બજેટ બાદ પીએમ મોદીએ જનતાને કર્યુ સંબોધન
PM Modi says, " This Budget stresses on empowerment of the poor and the middle class and creating of new employment opportunities for them. It has been announced to construct 2 crore more houses for the poor. We aim to have 3 crore `Lakhpati Didis` now. ASHA and Aganwadi workers… pic.twitter.com/3FEw5iFB8G
— ANI (@ANI) February 1, 2024
નિર્મલા સીતારમણે બજેટ રજુ કરી દીધું છે. ત્યાર બાદ પીએમ મોદીએ જનતાના સંબોધનમાં કહ્યું કે આ બજેટમાં મધ્યમ વર્ગના લોકો પર વધુ ભાર મુકવામાં આવ્યો છે.
Updated
7 months 2 weeks 2 days 12 hours 7 minutes ago
11:57 AM
Budget 2024 Live Updates: 10 વર્ષમાં ટેક્સ કલેક્શનમાં ત્રણ ગણો વધારો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજકોષીય ખાધ 5.1 ટકા રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ છે. 10 વર્ષમાં આવકવેરાની વસૂલાત ત્રણ ગણી વધી છે. મેં ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. 7 લાખની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. 2025-2026 સુધીમાં ખાધમાં વધુ ઘટાડો થશે.
Updated
7 months 2 weeks 2 days 12 hours 11 minutes ago
11:53 AM
Budget 2024 Live Updates: ત્રણ નવા રેલ કોરિડોર શરૂ થશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દરેકને કાયમી ઘર આપવામાં આવશે. સ્કિલ ઈન્ડિયામાં 1.47 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. પીએમ મત્સ્ય સંપદા યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. માછલીનું ઉત્પાદન બમણું થયું છે. પીએમ મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો છે. તેને સાકાર કરવા માટે પગલાં લેવામાં આવશે. છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. યુવા શક્તિ ટેકનોલોજી યોજના બનાવશે. ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે.
Updated
7 months 2 weeks 2 days 12 hours 11 minutes ago
11:53 AM
Budget 2024 Live Updates: ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે બાયોફ્યુઅલ માટે સમર્પિત સ્કીમ લાવ્યા છીએ. જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે. રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે. ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. પીએમ આવાસ યોજનામાં 70 ટકા ઘર મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 75 હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. FDI પણ 2014 થી 2023 સુધી વધ્યું છે. સુધારા માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.