પ્રતિકાત્મક તસવીર
Updated
2 years 2 weeks 2 days 7 hours 46 minutes ago
03:00 PM
News Live Updates: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 7 થી 20 ડિસેમ્બર સુધી નાગપુરમાં
અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 7 થી 20 ડિસેમ્બરની વચ્ચે યોજાશે. આ સત્રનું આયોદજન નાગપુરમાં થશે. મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરે શરૂ થશે અને 20 ડિસેમ્બરે સમાપ્ત થશે. શેડ્યૂલ મુજબ સત્રમાં 10 કામકાજના દિવસો હશે, એમ તેમણે જણાવ્યું હતું. વિરોધ પક્ષો મરાઠા આરક્ષણ, કમોસમી વરસાદ, રાજ્યમાં રોકાણ અને અન્ય મુદ્દાઓ પર એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારને ઘેરે તેવી શક્યતા છે.
Updated
2 years 2 weeks 2 days 7 hours 51 minutes ago
02:55 PM
News Live Updates: આવકવેરા વિભાગે મુંબઈમાં હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ પર સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરી
આવકવેરા વિભાગે મુંબઈમાં હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ પર સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરી છે. અશોક હિન્દુજા પર પણ સર્વે ચાલી રહ્યો છે. વિગતોની રાહ જોવાઈ રહી છે.
Updated
2 years 2 weeks 2 days 7 hours 54 minutes ago
02:52 PM
News Live Updates: BCCIએ રાહુલ દ્રવિડ અને સપોર્ટ સ્ટાફના કોન્ટ્રાક્ટને લંબાવવાની જાહેરાત કરી
BCCIએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને સપોર્ટ સ્ટાફના કોન્ટ્રાક્ટને લંબાવવાની જાહેરાત કરી છે
BCCI announces the extension of contracts of head coach Rahul Dravid along with support staff pic.twitter.com/ZcGacTkPkQ
— ANI (@ANI) November 29, 2023
Updated
2 years 2 weeks 2 days 9 hours 44 minutes ago
01:02 PM
News Live Updates: થાણેમાં કુવામાંથી એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો
મહારાષ્ટ્રના થાણે શહેરમાં બુધવારે સવારે એક અજાણ્યા પુરુષની લાશ કૂવામાંથી મળી આવી હતી.


