પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 3 months 3 weeks 4 hours 39 minutes ago
01:45 PM
News Live Updates : ટ્રાન્સ-હાર્બર લાઇનમાં ત્રણ દિવસનો બ્લોક
સેન્ટ્રલ રેલવેએ જુઇનગર સ્ટેશન પર ડાઉન અને અપ હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઇન પર ચાર નવા EMU સ્ટેબલિંગ સાઇડિંગ્સ શરૂ કરવા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની જોગવાઈ સાથે આજે એટલે કે ૨૫ ઓગસ્ટથી રવિવાર ૨૭ ઓગસ્ટ સુધી જુઇનગર સ્ટેશન પર બ્લોક જાહેર કર્યો છે. આ સાથે જ વિશેષ બ્લોકની જાહેરાત કરી છે.
Updated
2 years 3 months 3 weeks 5 hours 9 minutes ago
01:15 PM
News Live Updates : પતિની હત્યાના આરોપમાં ૫૫ વર્ષની પત્નીની ધરપકડ
મુંબઈના મીરા રોડમાં નયાનગર પોલીસે ગુરુવારે એક ૫૫ વર્ષીય મહિલાની ધરપકડ કરી છે જેણે તેના ૬૯ વર્ષીય પતિની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે, તે માનસિક રીતે અસ્વસ્થ અને હતાશ છે.
Updated
2 years 3 months 3 weeks 5 hours 39 minutes ago
12:45 PM
50 લાખની ફેસ વેલ્યુની નકલી ચલણી નોટો જપ્ત; ગુજરાતના બે શખ્સો પકડાયા
પોલીસે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લગભગ રૂ. 50 લાખની નકલી ચલણી નોટો જપ્ત કરી છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
Updated
2 years 3 months 3 weeks 6 hours 9 minutes ago
12:15 PM
News Live Updates : ગ્રીસમાં વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત
BRICS સમિટ બાદ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપિયન દેશ ગ્રીસના એક દિવસીય પ્રવાસ પર પહોંચી ગયા છે. તેઓ શુક્રવારે એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા વિદેશ મંત્રી જ્યોર્જ જેરાપેટ્રિટિસે તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ હૉટેલની બહાર ભેગા થયેલા ભારતીય મૂળના લોકોએ ઢોલ-નગારાં સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.


