પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 2 months 3 weeks 3 days 10 hours 18 minutes ago
04:28 PM
Live Updates: નવી મુંબઈમાં 15 વર્ષની છોકરીની જાતીય સતામણી કરવા બદલ એક વ્યક્તિ સામે એફઆઆર
મહારાષ્ટ્રમાં નવી મુંબઈ પોલીસે 15 વર્ષની છોકરીની સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ તેની સાથે જાતીય સતામણી કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
Updated
2 years 2 months 3 weeks 3 days 10 hours 51 minutes ago
03:55 PM
Live Updates: ચાલતી ટેક્સીમાં 14 વર્ષની બાળકી પર બળાત્કાર
ચાલતી ટેક્સીમાં 14 વર્ષની છોકરીનું અપહરણ કરીને બળાત્કાર કરનારા બે લોકો સામે મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે.
Updated
2 years 2 months 3 weeks 3 days 13 hours 16 minutes ago
01:30 PM
Live Updates : બાંદ્રા-વરલી સી લિંક પરથી માણસે કૂદકો માર્યો, કોસ્ટ-ગાર્ડનું સર્ચ ઓપરેશન શરુ
ગુરુવારે વહેલી સવારે એક 33 વર્ષીય વ્યક્તિએ મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પરથી અરબી સમુદ્રમાં કૂદકો માર્યો હતો. અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે, નેવી અને કોસ્ટ-ગાર્ડના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરું કર્યું છે.
Updated
2 years 2 months 3 weeks 3 days 13 hours 46 minutes ago
01:00 PM
Live Updates : સ્કૂટર પરથી જતાં છાંટા ઉડાડનાર બે જણ પર ચાર વ્યક્તિએ કર્યો હુમલો
એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે એક સ્કૂટર પર બે માણસો પર કથિત રીતે હુમલો કરવા બદલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. ટુ-વ્હીલર કાદવવાળાં પાણીથી ભરેલા ખાડામાંથી પસાર થતાં છાંટા ઉડતાં ચાર વ્યક્તિઓએ સ્કૂટર ચાલક પર હુમલો કર્યો હતો.


