
પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 5 months 3 weeks 5 days 19 hours 6 minutes ago
03:30 PM
Live Updates : કાંદાની નિકાસનો વિરોધ, ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવે બ્લોક કર્યો
ડુંગળી પર ૪૦ ટકા નિકાસ જકાત લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કરવા માટે ખેડૂતો ઠેર-ઠેર આંદોલન કરી રહ્યાં છે. ગુરુવારે મહારાષ્ટ્રના નાસિકમાં ૫૦૦થી વધુ ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવે થોડા સમય માટે બ્લોક કરી દીધો હતો.
Updated
1 year 5 months 3 weeks 5 days 19 hours 36 minutes ago
03:00 PM
Live Updates : પાલઘરમાંથી ૫૬ લાખનો ગુટખા જપ્ત
પોલીસે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આઠ વાહનોમાંથી ૫૬.૯ લાખ રુપિયાની કિંમતનો પ્રતિબંધિત ગુટખા જપ્ત કર્યો છે અને રાજ્યમાં ગેરકાયદેસર રીતે તેનું પરિવહન કરતા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
Updated
1 year 5 months 3 weeks 5 days 20 hours 6 minutes ago
02:30 PM
Live Updates : થાણેમાં પડ્યું ઝાડ, કોઈ જાનહાનિ નહીં
આરડીએમસીએ આપેલી માહિતી પ્રમાણે, થાણેના વાગલે એસ્ટેટના રામ નગર વિસ્તારમાં વિશાળ વૃક્ષ પડી ગયું હતું. જોકે, જાનમાલનું નુકસાન થયું નથી.
Updated
1 year 5 months 3 weeks 5 days 20 hours 36 minutes ago
02:00 PM
Live Updates : મુંબઈને પાણી પુરું પાડતાં જળાશયોમાં પાણીનું સ્તર ૮૫.૦૫ ટકાએ પહોંચ્યું
પાલિકાએ જાહેર કરેલા ડેટા મુજબ, શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં પાણીનો જથ્થો ૮૫.૦૫ ટકાએ પહોંચ્યો છે. જળાશયોમાં કુલ ૧૨,૩૦,૯૮૯ મિલિયન લિટર પાણી છે.