Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કૉલમ: મોતનો હથોડો

કૉલમ: મોતનો હથોડો

19 May, 2019 12:14 PM IST | મુંબઈ
તમંચા - વિવેક અગરવાલ

કૉલમ: મોતનો હથોડો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાંચ જણ એક ઓરડામાં બેઠા છે.

કોઈક ગહન વિષયે પાંચેય જણ કાનફૂસીમાં વ્યસ્ત હતા, હુમલો કરીશું તો શું થશે?



જવાબી હુમલો કોણ કરશે?


જવાબી હુમલાથી બચીશું કેવી રીતે?

આપણું કામ કેવી રીતે પતાવીશું?


ત્યાંથી બચીને કેવી રીતે નીકળવું?

હથિયાર કોણ લાવી આપશે?

તેમની વાતોનો સાર એ હતો કે પોલીસ-મથક પર હુમલો કરવાનો છે.

થોડા દિવસ પછી જેકબ સર્કલ પોલીસ-થાણાના લૉક-અપ પર જબરદસ્ત હુમલો થયો હતો.

જેકબ સર્કલ પોલીસ-થાણાના લૉક-અપમાં રખાયેલા ગૅન્ગસ્ટર બાબુ રેશિમ પર બૉમ્બ ફોડીને તેને મોતને ઘાટ ઉતારવાનું આ કાવતરું હતું અને થયું પણ એમ જ.

ઇન્સ્પેક્ટર મધુકર રાવ બાબુ રેશિમનો કેસ સંભાળી રહ્યા હતા. તેઓ પોલીસ-થાણાના ડ્યુટી-ઇન્ચાર્જ હતા. તેમણે બાબુ રેશિમને ઝડપીને પોતાના લૉક-અપમાં રાખ્યો હતો. તેની પૂછપરછ માટે પોલીસ-કર્મચારીઓ તેને નીચેના માળે લાવી રહ્યા હતા ત્યારે જ કેટલાક ગુંડાઓએ પોલીસ-મથક પર હુમલો કર્યો હતો. તેમણે સૌથી પહેલાં લૉક-અપનો મજબૂત નકૂચાવાળો મુખ્ય દરવાજો તોડી પાડ્યો હતો અને પછી બાબુ રેશિમ પર ગોળીઓ વરસાવી હતી. જોકે અડધો ડઝન ગોળીઓ શરીરમાં ઘૂસી જવા છતાં તગડા અને કદાવર બાબુનો જીવ ગયો નહોતો.

હુમલો કરનારી ટોળકીનો સરદાર કંજારી કંપનીનો વિજય ઉટકર હતો. તેણે જોયું કે શિકાર હજી જીવતો છે એટલે તેના પર ઝનૂન સવાર થયું. બહાર પડેલો એક હથોડો ઉઠાવીને બાબુના માથામાં ફટકારી દીધો અને એક જ વારમાં બાબુનું માથું તરબૂચની જેમ ફાટી ગયું અને તે તરત જ ઠંડો પડી ગયો. પોલીસને હજી કંઈ સમજાય અને પરિસ્થિતિને સંભાળવાની કોશિશ કરે એ પહેલાં તો હુમલાખોરો રફુચક્કર થઈ ગયા હતા.

બાબુ રેશિમ અને યુનિયન-નેતા દત્તા સામંત વચ્ચે ગોદી યુનિયનના વર્ચસ માટે ચાલી રહેલા યુદ્ધમાં આજે બાબુનો ભોગ લેવાઈ ગયો હતો.

અન્ડરવર્લ્ડના જૂના ખેલાડીને હાશ થઈ : ‘બોલે તો ભાઈ સબકુ પૈલા શક ગયા દત્તા સામંત પે કી ઉસકાઈ ચ હાથ હોઇંગા... જભી વિજય ઉટકર કા નામ આયા તો લગા કી કામ તો સૂમડી મેં ડી-કંપની બજાકે નિકલ ગઈ.’

વરદાનો દરબાર

સમાજમાં વરદાની એવી બોલબાલા થઈ, લોકોની નજરમાં તે એવો મહાન શખ્સ બની ગયો, જયરામની દુનિયાનો એટલો મકબૂલ બની ગયો કે લોકોએ કોઈ પણ મુશ્કેલીમાં તેના દરબારમાં માથું ટેકવવાનું મુનાસીબ માન્યું હતું.

લોકો માટે ‘હાઈ કોર્ટ’નું હવે મહત્વ રહ્યું નહોતું. લોકો તો હવે ‘ભાઈ કોર્ટ’માં માનવા લાગ્યા હતા. કોઈનો કોઈકની સાથે વિવાદ થાય તો વરદા કોર્ટમાં હાજરી ભરો. તેની સામે રોઈ-ધોઈને તમારાં દુખડાં આલાપો. તે તરત જ સામેવાળાને બોલાવશે અને સામે ઊભો રાખશે, બન્નેની વાત સાંભળશે અને તરત ફેંસલો સંભળાવશે.

આ પણ વાંચો : ચાલવાનું ફાવશે?

આ ફેંસલો બન્ને પક્ષોને લાગુ પડતો. જો કોઈ એ માનવા નનૈયો ભણે તો તેનું આવી જ બન્યું સમજો. અને હા, તેનો આ દરબાર રોજ ભરાતો. તેની આ અદાલત ભારે કારગત નીવડી હતી. એક સમયે આખા મુંબઈમાં તેના દરબારની ગુંજ સંભળાતી હતી. વરદાને નજીકથી જાણનારા શખ્સે નાનકડા ટી-સ્ટૉલ પર બેઠાં-બેઠાં આ કહાની સંભળાવી અને અભિમાનથી કહ્યું : ‘ક્યા બોલને કા ભાઈ... વો તો મસ્ત બનકે સબકે બીચ મેં ઘૂમતા થા... બોલે તો તુમ્હારે-મેરે માફિક... એકદમ પડોશ કે ભીડુ કે માફિક. સોચો ભાઈ, કિતના દહશત બૈઠેલા થા ઉસકા... બૉડીગાર્ડ ભી સાથ મેં નઈ લેકે જાતા. ચમચોં કી તો ભીડ બી પસંદ નઈ કરતા થા.’

લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 12:14 PM IST | મુંબઈ | તમંચા - વિવેક અગરવાલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK